NavBharat
Business

ટાટા મોટર્સએ સુરતમાં અદ્યતન રજિસ્ટર્ડ વ્હિકલ સ્ક્રેપીંગ સવલતનું ઉદઘાટન કર્યુ

વૈશ્વિક કક્ષાની સવલત દર વર્ષે 15,000 વ્હિકલ્સની રિસાયકલ કરવા સજ્જ

ભારતન અગ્રણી ઓટોમોબાઇલ ઉત્પાદક કંપની ટાટા મોટર્સએ ગુજરાતમાં સુરતમાં ત્રીજી રજિસ્ટર્ડ વ્હિકલ સ્ક્રેપીંગ ફેસિલિટી (RVSF) લોન્ચ કરવાની સાથે ટકાઉ મોબિલીટીના પોતાની પ્રતિબદ્ધતાને સતત રાખી છે. ‘Re.Wi.Re – રિસાયકલ વિથ રિસ્પેક્ટ’ નામ ધરાવતી આ એડવાન્સ્ડ સવલતનું ઉદઘાટન ટાટા મોટર્સના ગ્રુપ ચફ ફાઇનાન્સિયલ ઓફિસ શ્રી પીબી બાલાજી દ્વારા કરવામાં આવ્યુ હતું. આ અદ્યતન સવલત પર્યાવરણ લક્ષી પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે અને તે દર વર્ષે આયુષ્ય સમાપ્ત થઇ ગયેલું હોય તેવા 15,000 જેટલા વ્હિકલ્સને છૂટા પાડવાના ક્ષમતા ધરાવે છે. RVSFનો વિકાસ અને સંચાલન ટાટા મોટર્સના ભાગીદાર શ્રી અંબિકા ઓટો દ્વારા કરવામાં આવે છે અને તે દરેક બ્રાન્ડઝના આયુષ્ય સમાપ્ત થઇ ગયુ હોય તેવા પેસેન્જર અને કોમર્શિયલ વ્હિકલ્સને સ્ક્રેપમાં લઇ જશે. જયપુર અને ભુવનેશ્વરમાં બે સવલતોની સફળતા બાદ આ લોન્ચ કરવામાં આવ્યુ છે અને કંપનીની ટકાઉ પહેલ માટે અન્ય એક નોંધપાત્ર સીમાચિહ્નને અંકિત કરે છે.

આ યાદગાર લોન્ચ પર ટિપ્પણી કરતા ટાટા મોટર્સના ગ્રુપ ચિફ ફાઇનાન્સિયલ ઓફિસર શ્રી પીબી બાલાજીએ જણાવ્યું હતુ કે, “ટકાઉતા અમારું ચાલક બળ છે અને અમારા દિશાસુચક તરીકેની ગરજ પૂરી પાડે છે અને તે અમારા સ્વપ્ન અને પગલાંઓને માર્ગદર્શન પૂરું પાડે છે. સુરતમાં Re.Wi.Re. સવલતના લોન્ચમાં સાક્ષી બનતા હું ખુશી અનુભવુ છું, કેમ કે અમે આયુષ્ય પૂરું થઇ ગયા હોય તેવા વ્હિકલ્સના સ્ક્રેપીંગ તરફ એક પ્રસ્થાપિત મુસાફરી પર અથાગ પ્રયત્ન કરીએ છીએ. અમારી વૈશ્વિક સ્તરની રિસાયક્લીંગ પ્રક્રિયાઓ સાથે અમે વધુ સારા ભવિષ્ય માટે અમે લઘુત્તમ બગાડનો ઉદ્દેશ રાખીએ છીએ. આ વિકેન્દ્રિત સવલતોથી અમારા ગ્રાહકોને ફાયદો કરાવશે, આર્થિક વૃદ્ધિનું સંવર્ધન કરશે, રોજગારીની તકોનું સર્જન કરશે અને કરકસરપૂર્ણ વ્હિકલ સ્ક્રેપીંગની જરૂરિયાતને પૂર્ણ કરશે તેનો અમને આત્મવિશ્વાસ છે.”

અદ્યતન, Re.Wi.Re. દરેક બ્રાન્ડઝના આયુષ્ય સમાપ્ત થઇ ગયેલ પેસેન્જર અને કોમર્શિયલને છુટા પાડવા માટેના હેતુથી તૈયાર કરવામાં આવી છે. સંપૂર્ણપણે ડિજીટાઇઝ્ડ સવલત કોમર્શિયલ અને પેસેન્જર વ્હિકલ્સ માટે અનુક્રમે સમર્પિત સેલ-ટાઇપ અને લાઇન-ટાઇપ ડીસમેન્ટલીંગથી સજ્જ છે અને તેની દરેક કામગીરી અંતરાયમુક્ત અને પેપરલેસ છે. વધુમાં ટાયર્સ, બેટરીઓ, ફ્યઅલ, ઓઇલ્સ, લિક્વીડ અને ગેસીસ સહિતના વિવિધ કોમ્પોનન્ટસને સુક્ષિત રીતે છૂટા પાડવા માટે સમર્પિત સ્ટેશન્સ ધરાવે છે. પ્રત્યેક વ્હિકલ ઝીણવટભર્યા દસ્તાવેજીકરણ અને ડીસમેન્ટલીંગ પ્રક્રિયા હેઠળથી પસાર થાય છે જેની ડિઝાઇન પેસેન્જર અને કોમર્શિયલ વ્હિકલ્સની જરૂરિયાતને પહોંચી વળવા માટે ખાસ કરવામાં આવી છે. આવું કરવાથી, ડીસમેન્ટલીંગ પ્રક્રિયા ડિટેઇલમાં મહત્તમ ધ્યાન આપવાની ખાતરી કરે છે અને દરેક કોમ્પોનન્ટના સલામત નિકાલની બાંયધરી આપે છે. આખરે, Re.Wi.Re. સવલતમાં ઓટોમોટીવ ઉદ્યોગમાં ટકાઉ પ્રેક્ટીસિસનું સવર્ધન કરવા તરફ વિશિષ્ટ આગવા પગલાંનો સમાવેશ કરે છે.

Related posts

મંત્રીમંડળે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (બીઇએસએસ)ના વિકાસ માટે વાયબિલિટી ગેપ ફંડિંગ નામની યોજનાને મંજૂરી આપી

Navbharat

ટાઇટન કંપનીનો Q1 નફો રૂ. 777 કરોડ પર; મજબૂત આવક પર ટોપલાઈન 19% ઉછળે છે

Navbharat

ઇન્ફોસિસ Q2FY24 પરિણામ: ₹18 પ્રતિ ઇક્વિટી શેરનું ડિવિડન્ડ

Navbharat