NavBharat
Business

ટાટા ટિયેગોએ 5 લાખ યુનિટ્સની નોંધપાત્ર વેચાણ સિદ્ધિ પાર કરી

ભારતની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા આજે એવી ઘોષણા કરાઈ કે
ટિયેગોએ 5,00,000 વેચાણના આંકની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. પ્રથમ 1 લાખ યુનિટ્સ 15 મહિનામાં વેચાયા હતા,
જે ગતિશીલ અને આરામદાયક ડ્રાઈવિંગ અનુભવ ચાહતા ગ્રાહકોની વધતી જરૂરનો સંકેત આપે છે. ટિયેગો માટે હોમ
ગ્રાઉન્ડ ગુજરાતમાં સાણંદ એકમ ખાતે પ્રતિકાત્મક રોલ-આઉટ સાથે ઉજવણી શરૂ થઈ હતી.
વર્ષોનાં વહાણાં વીતવા સાથે ટિયેગોએ 40 પ્રતિષ્ઠિત એવોર્ડસ જીત્યા છે અને તેની આકર્ષક ડિઝાઈન, અપવાદાત્મક
સુરક્ષાની વિશિષ્ટતાઓ, ફીચર સમૃદ્ધ ઈન્ટીરિયર અને અત્યાધુનિક ટેકનોલોજી ઈન્ટીગ્રેશનને લીધે સેંકડો યુવા અને
ગતિશીલ ગ્રાહકોમાં ભરપૂર લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. ટિયેગો રેન્જ પેટ્રોલ, સીએનજી અને ઈલેક્ટ્રિકના ઘણા બધા
પાવરટ્રેન વિકલ્પોમાં આવે છે. ઉપરાંત ટિયેગો એનઆરજી ઓફફ-રોડિંગ ક્ષમતાઓ સાથે એસયુવી પ્રેરિત ડિઝાઈનમાં
આવે છે, જે પેટ્રોલ અને સીએનજી વિકલ્પોમાં પણ ઉપલબ્ધ છે. ટિયેગોના નેટ પ્રમોટર સ્કોરને 51નું સર્વોચ્ચ રેટિંગ મળ્યું
છે, જે બ્રાન્ડની સફળતાનો સ્પષ્ટ દાખલો છે.
 
આ સિદ્ધિ વિશે બોલતાં ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ્સ લિ.ના માર્કેટિંગના હેડ શ્રી વિનય પંતે જણાવ્યું હતું કે, “ટિયેગોએ
તેના આરંભથી અમારી ન્યૂ ફોરેવર રેન્જની લોકપ્રિયતા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ટિયેગોએ ઈચ્છનીય
ગ્રાહકોને ઉત્તમ સ્ટાઈલિંગ, બેજોડ સુરક્ષાનાં ધોરણો, અત્યાધુનિક ટેકનોલોજી ઓફર કરીને અપેક્ષાઓને સતત પાર કરી
છે, જેને લઈ હેચ સેગમેન્ટની ક્ષિતિકમાં નવો આકાર આપ્યો છે. 5,00,000ના વેચાણના આંકની યાદગાર સિદ્ધિ પાર કરી
તે ઉત્કૃષ્ટતા માટે ટાટા મોટર્સની એકધારી કટિબદ્ધતાનો મજબૂત દાખલો છે. અમે અમારા માનવંતા ગ્રાહકોનો તેમની
એકધારી રુચિ માટે મનઃપૂર્વક આભાર માનીએ છીએ. અમને ખાતરી છે કે ટિયેગો ન્યૂ ફોરેવર રેન્જની સફળતા અને
સેગમેન્ટની વૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.”
ટિયેગોના ખરીદદારોની રૂપરેખા યુવા અને આકાંક્ષાત્મક વ્યક્તિગતો સાથે ઉત્તમ સુમેળ દર્શાવે છે, જેમાં સરેરાશ
ખરીદદારો 35 વયવર્ષના છે. ટિયેગોના વેચાણમાંથી 60 ટકા શહેરી બજારમાંથી આવે છે અને બાકી 40 ટકા ગ્રામીણ
બજારમાંથી આવે છે, જે અલગ અલગ ગ્રાહક વર્ગોમાં તેની વ્યાપક પસંદગી આલેખિત કરે છે. ટિયેગોએ મહિલા
ખરીદદારોમાં પણ હકારાત્મક પરિવર્તન જોયું, જેઓ તેના વેચાણમાં આશરે 10 ટકા યોગદાન આપે છે. નોંધનીય રીતે
ટિયેગોએ પ્રથમ વારના કાર ખરીદદારોમાં પણ ભરપૂર લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે, જેમાં 71 ટકા ગ્રાહકોએ નાણાકીય વર્ષ
2023માં તેમની પ્રથમ કારની ખરીદી કરી હતી.

આરંભથી ટિયેગોએ અનેક મુખ્ય સિદ્ધિ હાંસલ કરી છે, જે ટાટા મોટર્સની નવી ડિઝાઈનની ફિલોસોફી દર્શાવે છે અને ભાવિ
મોડેલો માટે માર્ગ મોકળો કરે છે. જાન્યુઆરી 2020માં ટિયેગોને જીએનસીએપી પાસેથી 4 સ્ટાર સેફ્ટી રેટિંગ પ્રાપ્ત થઈને
તેના સેગમેન્ટમાં સૌથી સુરક્ષિત હેચ તરીકે પોતાને સ્થાપિત કરી છે. મોજીલી અને સ્માર્ટ ખૂબીઓ સાથે ટિયેગો યુવા અને
મોજપ્રેમી ગ્રાહકો માટે મનપસંદ હેચબેક બની છે. ટાટા મોટર્સ દેશભરમાં લગભગ 5 લાખ આનંદિત ટિયેગો માલિકોની
સિદ્ધિની ઉજવણી કરે છે અને ટિયેગો બ્રાન્ડ વધુ બહેતર બનાવવા માટે કટિબદ્ધ રહી છે.
સમાપ્ત
For more detailed information on the product, please visit – https://cars.tatamotors.com/cars/tiago

Related posts

મીશો 12-18 મહિનામાં IPOનું આયોજન કરે છે

Navbharat

ટામેટાં પછી હવે ડુંગળીએ રડાવ્યા, પ્રતિ કિલો આટલે પહોંચ્યા ભાવ, દિવાળીમાં ખોરવાઈ શકે છે બજેટ!

Navbharat

ગોયલ્સ સોલ્ટ્સનો આઈપીઓ 26મી સપ્ટેમ્બર, 2023ના રોજ બજારમાં આવશે

Navbharat