NavBharat
Entertainment

ઝી ટીવીના કુમકુમ ભાગ્યમાં પુલકિત બાંગિયાનું સ્થાન પ્રસિદ્ધ અભિનેતા નવીન શર્મા જોવા મળશે

ઝી ટીવીનુંઅત્યંત પ્રસિદ્ધ પ્રાઈમટાઈમ નાટક કુમકુમ ભાગ્યએ રણબિર (ક્રિષ્ના કૌલ) અને પ્રાચી
(મુગ્ધા ચાપેકર)ના જીવનમાં આવતા રસપ્રદ વણાંકોથી દર્શકોને તેમની ટેલિવિઝન સ્ક્રીન પર
જકડી રાખ્યા છે. દર્શકોએ તાજેતરમાં જોયું કે, પ્રાચીએ તેની દિકરી ખુશી (ત્રિશા રોહતાંગી)ની
કસ્ટડી મેળવવા માટે અક્ષય (અભિષેક મલિક)ની સાથે લગ્ન કર્યા છે. ત્યારબાદ, રણબિરએ
અક્ષયની બહેન મિહિકા (આફ્રિન દબેસ્તાની)ની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો છે. હવે
પ્રાચી અને રણબિરનું કનેક્શન જોઈને અક્ષય થોડો બળી જાય છે, તેથી તે રણબિરના મિહિકા
સાથેની લગ્નની વિધી જલ્દી કરાવવા ઇચ્છે છે, જેથી રણબિર તેના જીવનમાંથી જતો રહે.
દર્શકોનું મનોરંજન કરવા માટે કલાકારો સતત કામ કરી રહ્યા છે, ત્યારે તેમાં નાટકનો ઉમેરો
થશે, કેમકે પ્રસિદ્ધ કલાકાર નવીન શર્મા હવે પુલકિત બાંગિયાને સ્થાને આર્યન ખન્નાનું પાત્ર
કરતો જોવા મળશે. અત્યારે તો તેના દેખાવ પરથી એવું લાગે છે કે, કદાચ તે રણબિર અને
પ્રાચીના જીવનમાં થોડી શાંતિ લાવશે. આર્યનએ આલિયા (રેયહાના પંડિત)નો દિકરો છે અને તે
રણબિર તથા પ્રાચીની વચ્ચેની મુશ્કેલીઓનો ઉકેલ લાવવા તથા રણબિરને તે તેના પરિવારનું
નહીં પણ પોતાની ખુશી વિશે પહેલા વિચારવા માટે સમજાવા આવ્યો છે. છેલ્લા કેટલાક
મહિનાઓથી આ પાત્રો એકબીજાથી દૂર હતા, પણ શોમાં આર્યનના પ્રવેશથી દર્શકોમાં પણ
રણબિર અને પ્રાચીના ફરીથી એક થવાની આશા રાખી છે. પણ તે નાટક વગર તો શક્ય નથી!
નવીન શર્મા પણ કુમકુમ ભાગ્યનો હિસ્સો બનવા માટે અત્યંત ઉત્સાહિત છે, કેમકે તે તેના લગ્ન
બાદ ટીવી સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે!
નવીન શર્મા કહે છે, “હું સ્ક્રીન પર આર્યનનું પાત્ર ભજવતા અત્યંત ખુશ છું. બાલાજી
પ્રોડક્શન્સએ મારા માટે એક ઘર જેવું છે, તેમની સાથે મારો આ પાંચમો શો છે. હું એટલું જ
કહીશ કે, સમગ્ર ક્રુ અને ટીમની સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી. મારા લગ્ન પછી આ
મારો પ્રથમ પ્રોજેક્ટ છે, તો હું આ પાત્ર કરવા માટે થોડું વિચારતો હતો, પણ મારી પત્નિએ મને
નિર્ણય લેવામાં મદદ કરી. આ રીતે હું મુંબઈ પાછો આવ્યો અને અમ નક્કી કર્યું કે, થોડા મહિના
બાદ તે પણ આગળ ભણવા માટે મુંબઈ આવી જશે. કુમકુમ ભાગ્યની ટીમની સાથે શૂટિંગ

કરવાનો અનુભવ અદ્દભુત રહ્યો અને હું પણ સેટને ખૂબ જ યાદ કરતો હતો. તો, પરત ફરતા હું
ખૂબ જ ખુશ છું. પૂરી ટીમ અત્યંત નમ્ર અને આવકાર્ય છે, ખાસ તો, ક્રિષ્ના, પ્રથમ દિવસથી જ
તેની સાથે કામ કરવામાં ખૂબ જ મજા આવી, એવું જરા પણ નથી લાગતું કે, હું ઘણા મહિના
પછી કામ કરી રહ્યો છું.”
નવીનનો પ્રવેશએ #PranBirના ચાહકોમાં એક નવી આશા જગાવશે, ત્યારે એ જોવું રસપ્રદ
રહેશે કે, જો રણબિર અને મિહિકાની સગાઈ થઈ જશે તો શું થશે. શું આર્યનએ રણબિરને લગ્ન
કરતા અટકાવશે?
 
આગળ શું થશે જાણવા માટે જૂઓ, કુમકુમ ભાગ્ય દરરોજ રાત્રે 9 વાગે ફક્ત ઝી ટીવી પર!

https://www.zee5.com/live-tv/zee-tv-hd/0-9-zeetvhd

Related posts

બૉલીવુડ પ્લેબેક સિંગર રાજદીપ ચેટર્જી અને શ્રદ્ધા ડાંગર તમારી નવરાત્રિને વધુ એનર્જેટિક બનાવવા ‘દિલમાં બબાલ” સોન્ગ લઈને આવ્યા છે

Navbharat

26મી ઓગસ્ટથી સંગીતના દિગ્ગજ હિમેશ રેશમિયા, નીતિ મોહન અને અનુ મલિકને મળો ઝી ટીવીના સા રે ગા મા પાની એક આકર્ષક નવી સિઝનમાં પ્રતિભાઓની ખૂબ જ આશાસ્પદ બેચ માટે માર્ગદર્શક બનશે

Navbharat

સિટાડેલ નિશાન બનાવવામાં નિષ્ફળ, એમેઝોનના સીઇઓએ બજેટ વિશ્લેષણ માટે પૂછ્યું

Navbharat