NavBharat
Spiritual

જોહનિસબર્ગ ખાતે આગની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

ગત બે દિવસ પહેલા દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગ ખાતે માર્શલ ટાઉન વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં ભયાનક આગ લાગી હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા અને પ્રાપ્ત અહેવાલો અનુસાર એ દુઃખદ ઘટનામાં 73 લોકોનાં કરુણ મોત નિપજયા છે.
પૂજ્ય મોરારીબાપુની રામકથા નેપાળ કાઠમાંડુ ખાતે ચાલી રહેલ છે અને તે દરમ્યાન આ સમાચાર પ્રાપ્ત થતાં તેમણે આ કરુણાંતિકામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે ૧૦૯૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રાશિ સ્થાનિક ચલણમાં સાઉથ આફ્રિકા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

અમદાવાદમાં 9માં "દિવ્યાંગ પતંગ મહોત્સવ"નું આયોજન કરાયું

Navbharat

આજનું રાશિફળ, 9 જુલાઈ.

Navbharat

મંદિર પરિસરથી ગર્ભગૃહ સુધીનું અદ્ભુત સૌંદર્ય મન મોહી લે તેવું છે… જુઓ આ વીડિયો

Navbharat