NavBharat
Tech

જાણીતા રોબોટિક સર્જન ડૉ. ગણેશ ગોરથીને ‘’ધ પ્રાઈડ ઑફ ઈન્ડિયા એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા

જાણીતા રોબોટિક બેરિએટ્રિક, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અને મિનિમલી ઇન્વેસિવ સર્જરી નિષ્ણાત ડૉ.
ગણેશ ગોરથીને શનિવારે અમદાવાદમાં એક એવોર્ડ સમારોહમાં ‘’ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા એવોર્ડ’’થી સન્માનિત
કરવામાં આવ્યા હતા.

ડૉ. ગોરથીએ વિવિધ દેશો – અમેરિકા, બ્રિટેન, મધ્ય પૂર્વ અને ભારતમાં અનુભવ પ્રાપ્ત કરવા રોબોટિક સર્જરીમાં
ઉત્કૃષ્ટતા હાંસલ કરવા માટે સતત સીમાઓને પાર કરી છે. તેઓ અમેરિકન કોલેજ ઓફ સર્જન્સ (FACS)ના ફેલો,
બેરિયાટ્રિક સર્જરી (યૂકે)ના ફેલો અને રોબોટિક સર્જરી(ભારત)ના ફેલો છે. તેઓ મિનિમલ એક્સેસ સર્જન્સ
ઇન્ડિયાના ફેલો પણ છે અને રોયલ કોલેજ ઓફ સર્જન્સ, એડિનબર્ગ, યુકે (FRCS) અને રોયલ કોલેજ ઓફ સર્જન્સ,
એડિનબર્ગ, યુકે (MRCS)ના સભ્ય છે.તેમણે રોબોટિક જનરલ અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ સર્જરીના ક્ષેત્રમાં પણ
મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
તેઓની પાસે યુ.એસ., યુ.કે., મધ્ય પૂર્વ અને ભારતના કેન્દ્રોમાં 3 અલગ-અલગ દેશો – યુએસ, યુકે અને
ભારતમાંથી બનાવેલ સર્જીકલ રોબોટિક સિસ્ટમની તાલીમ અને અનુભવ પણ છે.
તેમ છતાં ડૉ. ગણેશ ગોરથીએ ભારતીય વસ્તીને સસ્તી કિંમત પર આંતરરાષ્ટ્રીય ધોરણની રોબોટિક સર્જરી
સેવાઓ પ્રદાન કરવા માટે – મેડ ઈન ઈન્ડિયા સર્જિકલ રોબોટ " એસએસઆઇ મંત્રા" સાથે કામ કરવાનો વિકલ્પ
પસંદ કર્યો.
તેઓ ભારતમાં એસએસઆઇ મંત્રા સર્જિકલ રોબોટ સાથે ઘણી પ્રકારની રોબોટિક સર્જરી સફળતાપૂર્વક કરનારા
પ્રથમ રોબોટિક સર્જનોમાંથી એક છે.
ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા દ્વારા ડૉ. ગણેશ ગોરથીને તેમની ઉત્કૃષ્ટ વ્યક્તિગત સિદ્ધિઓ અને રાષ્ટ્ર પ્રત્યેની વિશિષ્ટ
સેવાઓ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ડૉ. ગણેશ ગોરથી જે રોબોટિક સર્જરી વિભાગના વડાના રૂપમાં
હૈદરાબાદમાં રહેતા અને ભારત અને વિદેશમાં ૨૦થી વધુ વર્ષના સર્જિકલ અનુભવની સાથે ટોચના રોબોટિક
સર્જનોમાંથી એક છે.

પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડ એવી વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે, જેમની સિદ્ધિઓ રાષ્ટ્રની પ્રગતિમાં
યોગદાન આપી રહી છે. ચિકિત્સા અને સમાજની સેવાના ક્ષેત્રમાં સમર્પણ અને ઉત્કૃષ્ટતાના એક જ્વલંત
ઉદાહરણના રૂપમાં ડૉ.ગણેશ ગોરથી વાસ્તવમાં આ પુરસ્કાર પ્રાપ્ત કરવા યોગ્ય છે. ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયાના
ફાઉન્ડર પ્રેસિડેન્ટ મહર્ષિ દેસાઈએ કહ્યું કે, તેઓની સિદ્ધિઓ દરેક માટે એક પ્રેરણારૂપ છે અને અમે ઉત્સાહિત છીએ
કે તેઓએ પુરસ્કાર આપવા માટેની અમારી વિનંતી સ્વીકાર કર્યો.
“પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડ મેળવવો એ એક વિનમ્ર અને સંતોષકારક અનુભવ છે. આ પુરસ્કાર માત્ર મારા
પ્રયત્નોની ઓળખ નથી પણ સ્વાસ્થય સેવાને આગળ વધારવા તેમજ ભારત અને અન્ય જગ્યાઓ પર લાખો
દર્દીઓના જીવન પર સકારાત્મક પ્રભાવની અસર માટે મેડિકલ કોમ્યુનિટીની પ્રતિબદ્ધતાનું સેલિબ્રેશન છે. ડો.
ગોરથીએ જણાવ્યું કે, રચનાત્મક અને મહેનતુ ગુજરાતીઓ લોકોના પ્રતિષ્ઠિત ગુજરાત રાજ્યમાં આ પુરસ્કાર
મેળવવો એ સન્માનની વાત છે.
ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ દવે તેમજ મેડિસિન ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ અને અન્ય
મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ વિગતો અને જાણકારી માટે http://theprideofindia.com આ વેબસાઇટની વિઝિટ કરી શકો છો.

Related posts

Vivoના આ ફોન પર તમને મળી રહી છે મોટી ડિસ્કાઉન્ટ ડીલ! જાણો વિગત

Navbharat

વોટ્સએપની નવી સુવિધા વપરાશકર્તાઓને ચેટ સ્ક્રીનથી સીધા જ જૂથોમાં નવા સભ્યો ઉમેરવાની મંજૂરી આપે છે

Navbharat

સેમસંગે એઆઇ સંચાલિત પ્રીમિયમ ટીવી રેન્જ પર રોમાચંક ઑફર્સ તેમજ ફ્યૂચર સિનેમેટિક એક્સપિરિયન્સ માટે ‘ફ્યુચર ફેસ્ટ’ અપગ્રેડની જાહેરાત કરી

Navbharat