NavBharat
Business

ગોયલ્સ સોલ્ટ્સનો આઈપીઓ 26મી સપ્ટેમ્બર, 2023ના રોજ બજારમાં આવશે

ઈસ્યુ સાઈઝ – રૂ।. 10 દીઠ 49,02,000 ઈક્વિટી શેર્સ
રૂ।. 18.63 કરોડની અપર પ્રાઈઝ બેન્ડ
પ્રાઈઝ બેન્ડ- રૂ। 36 થી રૂ।. 38

રાજસ્થાન સ્થિત મીઠાનું ઉત્પાદન કરતી અને રિફાઇનિંગ કંપની ગોયલ સોલ્ટ્સ લિમિટેડ (જીએસએલ)એ 26 સપ્ટેમ્બર, 2023ના રોજ પ્રારંભિક જાહેર ભરણાં (આઇપીઓ) લાવવાની યોજના જાહેર કરી છે. કંપની આ આઈપીઓ દ્વારા રૂ।. 18.63 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખી રહી છે, જેના શેર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર શેર લિસ્ટ થવાના છે.

રૂ।. 10ની ફેસ વેલ્યુ સાથેના આ નવા ઈસ્યુની સાઈઝ 49,02,000 ઈક્વિટી શેરની છે. આ બિડ એન્કર ઈન્વેસ્ટરો માટે 25 સપ્ટેમ્બર, 2023ના રોજ ખુલશે.

ઈક્વિટી શેરોની ફાળવણી

· ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (ક્યુઆઈબી) – નેટ ઈસ્યુના 48.16%થી વધુ નહીં

· નોન- ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર (એનઆઈઆઈ)- નેટ ઈસ્યુના 15.97% થી વધુ નહીં

· રીટેઈલ ઈન્ડિવિઝ્યુઅલ ઈન્વેસ્ટર્સ (આરઆઈઆઈ)- નેટ ઈસ્યુના 35.87% થી વધુ નહીં

· કર્મચારી – 90,000 ઈક્વિટી શેર્સ સુધી

· માર્કેટ મેકર- 2,46,000 ઈક્વિટી શેર્સ સુધી

આઈપીઓમાંથી પ્રાપ્ત થયેલી ચોખ્ખી આવકનો ઉપયોગ ગુણવત્તા સુધારા માટે મૂડીગત ખર્ચ અને બ્રાન્ડ નિર્માણ અને માર્કેટિંગ ખર્ચાઓ માટે ભંડોળ પૂરું પાડવા,કાર્યકારી મૂડીની જરૂરિયાત અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે ભંડોળ પૂરું પાડવા માટે થશે. આ ઈસ્યુ 29 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે.

ઈસ્યુના લીડ મેનેજર હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને રજિસ્ટ્રાર બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ છે. ગોયલ સોલ્ટ્સ લિમિટેડના ચેરમેન શ્રી રાકેશ ગોયલે જણાવ્યું હતું કે, “અમે મીઠાના વ્યવસાયમાં છીએ કે જે દરેક વ્યક્તિ તેમજ ઉદ્યોગોની મૂળભૂત જરૂરિયાત છે અને વધતી જતી વસ્તી, વૃદ્ધી પામી રહેલા ઉદ્યોગો અને વિવિધ સારવાર માટે મીઠાના વધતા વપરાશ સાથે તેની માંગ દિવસેને દિવસે વધતી જશે. વિશાળ માંગને ધ્યાનમાં રાખીને નિકાસ બજાર તથા પ્રીમિયમ સેગમેન્ટમાં અમારી ઉપસ્થિતિ વધારીને અમે આ તકનો લાભ લેવા માગીએ છીએ.

આઈપીઓ ભંડોળ અમનેઅમારીગ્રોથ કેપિટલને પહોંચી વળવા અને અમારા લાંબા ગાળાનાવિઝનને પ્રાપ્ત કરવા માટે જરૂરી સંસાધનો પૂરા પાડશે. આ ઉપરાંત આઈપીઓથી અમારી બ્રાન્ડ વધુ મજબૂત બનશે અને અમે વિવિધ રોકાણકારો સુધી પહોંચી શકીશું.” આ મુદ્દે આ ઈસ્યુના બુક રનિંગ લીડ મેનેજર હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર અશોક હોલાનીએ જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે આ ભરણાંથી કંપનીને ગ્રોથ કેપિટલને પહોંચી વળવા અને તેનો માર્કેટ શેર વધારવા માટે જરૂરી સંસાધનો મળશે. અમે ઉચ્ચ વૃદ્ધિની સંભવના ધરાવતી કંપનીઓને બજારમાં લાવી રહ્યા છીએ અને દ્રઢપણે માનીએ છીએ કે ગોયલ સોલ્ટ્સ લિમિટેડ સુદ્વઢ વ્યૂહરચના અને મજબૂત બિઝનેસ મોડલ ધરાવે છે, જે ભવિષ્યમાં સકારાત્મક પરિણામો આપે તેવી શક્યતા છે.”

Related posts

લોકસભા ચૂંટણી પહેલા LPG ગ્રાહકોને મળી શકે છે મોટી રાહત, સરકારની સબસિડી વધારવાની યોજના!

Navbharat

એથર એનર્જીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ કર્યો, ટૂંક સમયમાં નેપાળમાં લોન્ચ થશે

Navbharat

Jio 26 Ghz બેન્ડમાં 5G સેવા રજૂ કરે છે

Navbharat