NavBharat
Gujarat

ગુજરાત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ મહિને શરૂઆતના દિવસોમાં જ સાતમ-આઠમના તહેવારો હોવાથી રજાઓના દિવસે પણ જાહેર વિતરણ વ્યવસ્થા રેશનની દુકાનો પરથી ચાલુ રખાઈ

તહેવારોમાં અગાઉથી જ દુકાનદારોના માધ્યમથી લાભાર્થીઓ સુધી સમયસર સસ્તા અનાજનો જથ્થો પહોંચે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ
————
જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રાજ્યના પુરવઠા નિગમના વિવિધ ગોદામથી અનાજ-ખાંડ-બાજરી- સીંગતેલ-મીઠ્ઠું સહિત તમામ જણસીનો જથ્થો રેશનસંચાલકોને મોડીરાત સુધી પહોંચાડવાની કામગીરી ચાલુ રાખી છે. જેમાં ખાસ કરીને પુરવઠા ગોડાઉનો અને ઝોનલ કચેરીઓ – મામલતદાર કચેરીઓએ પરસ્પર સતત સંકલન રાખીને તમામ રેશન જથ્થો પહોંચાડી એકંદર વિતરણ વ્યવસ્થા સુચારુરુપે જાળવી રાખી છે.

રાજ્ય સરકારે કોઈપણ ગરીબ BPL-અંત્યોદય તેમજ NFSA રેશનકાર્ડ ધારક પવિત્ર શ્રાવણ માસના સાતમ-આઠમના તહેવારો સારી રીતે સહપરિવાર સહિત ઉજવી શકે અને આવશ્યક રેશનજથ્થાથી વંચિત ન રહે તેની સતત દેખરેખ રાખી છે. જે માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ શ્રી દ્વારા સતત સમીક્ષા હાથ ધરી આ બાબતે લોકો ઉત્સાહભેર તહેવારોની ઉજવણી કરી શકે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસથી મહિનાના શરૂઆતના દિવસો હોવા છતાં પણ દુકાનો પર વધુમાં વધુ લોકોને જથ્થો મળી રહે તે માટે તંત્ર સતર્ક રહ્યું છે.
રાજ્યની ૧૭,૦૦૦ જેટલી દુકાનો દ્વારા લાભાર્થીઓ સુધી જથ્થો પહોંચે તે માટે રાજ્યનો પુરવઠા વિભાગ, જિલ્લાની પુરવઠા કચેરીઓ, નિગમના ગોડાઉન દુકાનદારો, ડિલિવરી ટ્રાન્સપોર્ટરો સહિતનું પુરવઠા તંત્ર સતત ધમધમતું રહ્યું છે.
રાજ્યના સાડા ત્રણ કરોડથી વધુ લોકોને દર મહિને સમયસર જથ્થો મળી રહે તે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં જ દુકાનદારોની પોષણ ક્ષમતા વધે તે માટે 300થી ઓછા કાર્ડ ધારક દુકાનદારો માટે રૂ. 20,000ના વળતરમાં ખૂટતી રકમ સહિત ચણાના કમિશનમાં પ્રતિ ક્વિન્ટલ ૧૫૦ રૂપિયા જેટલો વધારો કરી દુકાનદારોનાને હિતમાં નિર્ણય લીધો છે.

Related posts

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની જલજીવન મિશન સેમિનારમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ

Navbharat

ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, નૃત્યો મળી 15 સાંસ્કૃતિ વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં

Navbharat

AMC દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત ‘બોનસાઇ શો’ ને ખુલ્લો મૂકતા

Navbharat