ગુજરાત ચૂંટણી માટે ભાજપે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં પાર્ટીએ કુલ 182માંથી 160 ઉમેદવારો જાહેર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. ગુજરાત રાજ્ય પ્રભારી ભૂપેન્દ્ર યાદવે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે યાદી બહાર પાડી. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપની પ્રથમ યાદીમાં જે મોટા ચહેરાઓને ટિકિટ મળી છે.જેમાં કિરીટસિંહ રાણા અને કુંવર જી બાબરીયાના નામ સામેલ છે. તો જામનગર ઉત્તરમાંથી ટીમ ઈન્ડિયાના ખેલાડી અને પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ મળી છે. તો રાજકોટની જાણીતી ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાને ટિકિટ મળી છે, જ્યારે ગીતાબા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પત્ની છે. ગોંડલમાં લાંબા સમયથી ટીકીટને લઈને ગજગ્રાહ ચાલી રહ્યો હતો.