NavBharat
Gujarat

ગાંધીનગરની ઉદયભાણસિંહજી ક્ષેત્રીય સહકાર પ્રબંઘ સંસ્થાનની ૧૬મી પીજીડીએમ એબીએમની બેચનો ઉદ્દધાટન સમારંભ સહકાર રાજય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયો

ચીજ વસ્તુની કોસ્ટ મેનેજમેન્ટ આગામી દિવસમાં ખૂબ મહત્વની બાબત બનશે, તેવું સહકાર રાજય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ઉદયભાણસિંહજી ક્ષેત્રીય સહકાર પ્રબંઘ સંસ્થાન, સેકટર- ૩૦ ખાતે ૧૬મી પીજીડીએમ એબીએમની બેચના ઉદ્દઘાટન સમારંભમાં જણાવ્યું હતું.
સહકાર રાજય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ વઘુમાં જણાવ્યું હતું કે, એક કિલો ઘઉં – ચોખા ઉગાડવામાં કેટલું પાણી જરૂરી છે, કેવી રીતે ઓછા પાણીમાં વઘુ ઉત્પાદન મેળવી શકાય તે માટે સારું ડ્રીપ ઇરીગેશન મેનેજમેન્ટ હવે, પછીના સમયમાં જરૂરી બનશે. પ્રાકૃતિક ખેતીની વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર વિશ્વમાં પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનની માંગ વઘી રહી છે. ગુજરાતમાં ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
સહકારી ક્ષેત્ર થકી યુવાનોને રોજગારની અમૂલ્ય તકો મળી રહે તે દિશામાં કાર્ય કરવા માટે આ સરકાર કટિબધ્ધ છે, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, હવે, ઇનોવેટિવ કો.ઓ. મંડળીઓનું પણ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. આ પ્રકારની મંડળીની રચના કરી આપ સંગઠિત થઇને કોઇપણ રોજગારલક્ષી કામ કરી શકો છો. હાલમાં આવી મંડળી રચીને કામ કરતા નવયુવાનોની દષ્ટાંતપૂર્વક વાત પણ કરી હતી.
ભારત દેશની મહિલાઓ ઘરનું મેનેજમેન્ટ ખૂબ જ ઉમદા રીતે કરે છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, કોરોના જેવી મહાબિમારી પણ મોટા ભાગના પરિવારો પોતાની બચત કરવાની ભાવના કારણે ટકી શક્યા છે. સામાન્ય રીતે ભારત દેશના પરિવારમાં એક વ્યક્તિ કમાય છે. જયારે વિદેશમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ પરિવારના સભ્યો કમાય છે. ભારત દેશના તમામ નાગરિકોને રોજગારી મળી રહે તે માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આઝાદીના સમયમાં ખાદીને મહત્વ આપ્યું હતું. જેના પાછળ મહિલાઓ સહિત તમામ પરિવારના સભ્યોને રોજગારી આપવાનો પણ ઉમદા ભાવ સંકળાયેલો હતો.
રવિવારે કોણ સંપૂર્ણ આરામ કરે છે, તેવો એક પ્રશ્ન વિધાર્થીઓને કરી તેમણે ઉમેર્યું હતું કે, રવિવારે સમય હોય તો પોતાનું કાર્ય હમેંશા કરવું જોઇએ. રાજયમાં આજે ૨.૫૦ કરોડ લિટર દૂઘનું ઉત્પાદન થાય છે. આ કાર્યમાં મોટા ભાગે મહિલાઓ જોતરાયેલી છે. દૂઘ ઉત્પાદન કરતી મહિલાઓ રવિવારની રજા રાખતી નથી, પણ પોતાની રોજગારીને પ્રાઘાન્ય આપે છે.
તેમણે સંસ્થાને એક ઉમદા વિચાર આપતાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વિઘાર્થીઓને અભ્યાસ અંગેની સમજ આપ્યા બાદ જ ફિલ્ડમાં લઇ જવામાં આવતાં હોય છે. પણ જો તેની જગ્યાએ તેમને પ્રથમ તેઓ જેના મેનેજમેન્ટ માટે અભ્યાસ કરવાના છે, તેવા વિષયનો પ્રત્યેક્ષ અનુભવ કરાવશો તો તેમને પછી ભણવામાં વઘુ મજા આવશે. તેમણે આજથી આરંભ થયેલ પીજીડીએમ એબીએમની બેચના વિઘાર્થીઓને વિવિઘ મેનેજમેન્ટ અંગેના પ્રશ્ન કરી તેમની પાસે રહેલ તેમના ઇનોવેટિવ આઇડિયા અંગેની માહિતી પણ મેળવી હતી.
આ પ્રસંગે સંસ્થાના ડાયરેકટર શ્રી ર્ડા. એ.કે. અસ્થાનાએ સર્વે મહાનુભાવો અને વિઘાર્થીઓનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, સંસ્થાના સ્થાપના પાછળના ઉમદાભાવથી સર્વે વિઘાર્થીઓને વાકેફ કર્યા હતા. તેમજ સંસ્થામાં ચાલતા વિવિઘ અભ્યાસક્રમોની પણ માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે પીજીડીએમ એબીએમના ડારેકટર શ્રી નિલુ પાંડે આભારવિઘી કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી સહિત સર્વે મહાનુભાવોએ વિઘાર્થીઓને તેમના સુર્વણ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ડાયરેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઓફિસ સુપ્રિડેન્ટ શ્રી જયેશભાઇ ત્રિવેદી, લાયબ્રેરિયન શ્રી અલ્પેશ જોષી સહિત સંસ્થાના સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

નાના વ્યવસાયકારોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવતી માનવ ગરીમા યોજના માનવ ગરીમા યોજનાના લાભાર્થીઓની પસંદગી માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયા તથા રાજ્યમંત્રી શ્રી ભિખુસિંહજી પરમારના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયો

Navbharat

જીવનમાં ભૌતિકતા અને અધ્યાત્મિકતા; બન્નેના સુયોગથી જ સાચો આનંદ માણી શકાશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

Navbharat

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં બ્રિટિશ કાઉન્સિલ અને SCOPE વચ્ચે MOU થયા

Navbharat