ગણેશ ચતુર્થીના પાવન અવસરે ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં આવેલા મધુવૃંદ રો-હાઉસ ખાતે ગણેશ ઉત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદમાં મારા ઘાટલોડિયા મતક્ષેત્રના વિવિધ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ભાવિકોની સાથે સહભાગી થઈને દર્શન, આરતી અને પૂજનનો લાભ લીધો.
વિઘ્નહર્તા શ્રી ગણેશજી રાજ્યના નાગરિકોને સુખ, સમૃધ્ધિ અને સુખાકારી અર્પે તેવી મંગલકામના કરી. pic.twitter.com/D8CggrH5Lw
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 19, 2023
ગણેશ ચતુર્થીના પાવન અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પોતાના વિધાનસભા મત ક્ષેત્ર ઘાટલોડિયામાં આવેલા મધુવૃંદ રો-હાઉસ ખાતે મધુવૃંદ યુવક મંડળ દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશઉત્સવના જનઉમંગમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયામાં આવેલા મધુવૃંદ રો-હાઉસ ખાતેના મનોકામના પૂર્ણ ગણેશનું સ્થાપનમાં જઈને ભગવાન શ્રી ગણેશના દર્શન કરી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.