NavBharat
Sport

કોકા- કોલા અને આઈસીસીનું ધ આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે તાજગીપૂર્ણ ખુશી લાવવા માટે જોડાણ

કોકા-કોલા અને ધ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા
ફરી એક વાર આગામી 2023 આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે જોડાણ કરવામાં આવ્યું છે. આ
રોમાંચક જોડાણ આઈસીસી અને પ્રતિકાત્મક બેવરેજ કંપની વચ્ચે ચાર વર્ષની વૈશ્વિક વ્યૂહાત્મક
ભાગીદારીના ભાગરૂપ છે. આ ભાગીદારી કોકા-કોલાને આઈસીસીની ખાસ નોન- આલ્કોહોલિક બેવરેજ
ભાગીદાર બનાવે છે.
આ સાથે કોકા-કોલા દુનિયાભરના ચાહકોને જોડવા, એકતાનો વારસો કેળવવા અને ઓનલાઈન તેમ જ
ઓફફલાઈન એક્ટિવેશન્સની સિરીઝ થકી અસલ સ્પોર્ટ્સમેનશિપ કેળવવા માટે તેની પ્રતિકાત્મક વૈશ્વિક
પહોંચનો ઉપયોગ કરશે. તે ગ્રાહકો સાથે સહભાગ ચાલુ રાખશે અને તેમના ફેવરીટ સ્પોર્ટિંગ પેશન સાથે
સુમેળ સાધશે.
કોકા-કોલા ઈન્ડિયા અને કોકા-કોલા ખાતે સાઉથવેસ્ટ એશિયાના માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ અર્ણબ
રોયે જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ દેશ માટે સૌથી મોટો ક્રિકેટનો
પવ્ર છે. આઈસીસી સાથે ભાગીદારી અમને અમારા ગ્રાહકો, ઉપભોક્તાઓ, બ્રાન્ડ્સ અને ક્રિકેટને એકત્ર
લાવવાની ઉત્તમ તક આપે છે. અમારા બ્રાન્ડ એક્ટિવેશન્સ ગ્રાહકોને ઈનોવેટિવ ઓફફલાઈન અને
ઓનલાઈન પ્રમોશન્સ થકી જોડશે અને સ્પોર્ટસના ચાહકો માટે યાદગાર અનુભવ નિર્માણ કરશે.”
કોકા-કોલા આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 દરમિયાન અજોડ ઓન-ગ્રાઉન્ડ અનુભવો સાથે વર્લ્ડ
કપની ટિકિટો જીતવા માટે ચાહકોનો સહભાગ, સોશિયલ મિડિયા કેમ્પઈન અને પ્રમોશન સહિત તેના
બેવરેજના પોર્ટફોલિયો સાથે ઘણા બધા રોમાંચક બ્રાન્ડ એક્ટિવેશન્સ પર ભાર મૂકશે.
ચાર વર્ષના કરારમાં ઈન્ગ્લેન્ડ અને વેલ્સમાં આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2019, 2020માં
ઓસ્ટ્રેલિયામાં આઈસીસી મેન્સ એન્ડ વુમન્સ ટી20 વર્લ્ડ કપ, ન્યૂ ઝીલેન્ડમાં આઈસીસી વુમન્સ વર્લ્ડ કપ
2021 અને 2023માં ભારતમાં આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સહિત દુનિયાભરની બધી આઈસીસી
ઈવેન્ટ્સનો સમાવેશ થાય છે.
આ ભાગીદારી સ્પોર્ટસની પહોંચ વૈશ્વિક સ્તરે વિસ્તારવા માટે આઈસીસીના એકધાર્યા લક્ષ્ય સાથે 500થી
વધુ બ્રાન્ડ અને વૈશ્વિક રિટેઈલ પહોંચના ધ કોકા-કોલા કંપનીના ડાઈવર્સિફાઈડ પોર્ટફોલિયોની શક્તિને
જોડીને લાંબા ગાળા માટે આઈસીસી અને કોકા-કોલા વ્યૂહાત્મક રીતે સુમેળ સાધશે.
કોકા-કોલા વૈશ્વિક રીતે દુનિયાભરની સ્થાનિક સ્પોર્ટિંગ ઈવેન્ટ્સ અને સંસ્થાઓને ટેકો આપવા માટે
કટિબદ્ધ છે. ધ કોકા-કોલા કંપનીનું ઓલિમ્પિક્સ સાથે આઠ દાયકા લાંબું જોડાણ છે. ઉપરાંત ચાર
દાયકાથી તે ફિફા, ટી20 વર્લ્ડ કપ સાથે સંકળાયેલી છે અને લોકોને એકત્ર લાવવા અને જીવનમાં
પરિવર્તન લાવવા માટે સ્પોર્ટસની શક્તિનો ઉપયોગ કરે છે. ભારતમાં ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ
સાથે થમ્સ અપ સાથે તાજેતરનું જોડાણ સ્પોર્ટસમાં કંપનીનો વિશ્વાસ અને તાજગીપૂર્ણ ફરક લાવવા માટે
તેના દીર્ઘ ટકાઉ પ્રવાસનો દાખલો છે.
આઈસીસીના ચીફ કમર્શિયલ ઓફિસર અનુરાગ દાહિયાએ જણાવ્યું હતું કે, “ધ આઈસીસી મેન્સ ક્રિકેટ
વર્લ્ડ કપ 2023 ક્રિકેટિંગ કેલેન્ડરમાં મહત્ત્વપૂર્ણ ઈવેન્ટ છે, જેમાં દુનિયાની શ્રેષ્ઠ ટીમો ભવ્ય જીત માટે
સ્પર્ધા કરશે. અમે કોકા-કોલા સાથે ભાગીદારી કરવા બાબતે બહુ રોમાંચિત છીએ, જે દર્શકોને મંત્રમુગ્ધ
કરવા અને તેમની ભાવનાઓને ભવ્ય રીતે પ્રદર્શિત કરવા માટે તાજગીપૂર્ણ ક્રિકેટિંગ અનુભવ આપવા
માટે વચનબદ્ધ છે.”
તો કોકા-કોલા અને આઈસીસી દ્વારા અસાધારણ આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો અનુભવ
નિર્માણ કરવા માટે જોડાણ કરી રહ્યા છે તે સાથે વધુ અપડેટ્સ અને ઘોષણાઓ માટે જોતા રહો.

Related posts

રોજર ફેડરર, રફા નડાલ એકમાં ફેરવાયો: નોવાક જોકોવિચ

Navbharat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટ નો પ્રારંભ કરાવ્યો

Navbharat

પાકિસ્તાન સામેની મેચ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ફટકો! આ ધાકડ બોલર ઇજાના કારણે નહીં રમી શકે મેચ

Navbharat