NavBharat
Politics/National

કેન્દ્રીય સહકાર મંત્રી, શ્રી અમિત શાહ NCEL દ્વારા આયોજિત સહકારી નિકાસ પર રાષ્ટ્રીય પરિસંવાદને નવી દિલ્હીમાં તા. 23 ઓક્ટોબરે સંબોધિત કરશે

નેશનલ કોઓપરેટિવ ફોર એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) દ્વારા
તા. ૨૩ ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં એક દિવસીય 'નેશનલ સિમ્પોસિયમ
ઓન કોઓપરેટિવ એક્સપોર્ટ્સ'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય
કૃષિ-નિકાસ અને અન્યો વચ્ચે સહકારી ક્ષેત્રે ઉજ્જવળ તકો જોતા, નિકાસ
બજારો સાથે જોડાણ માટે સહકારી સંસ્થાઓને ચેનલાઇઝ કરવા સહિતના
મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ આ પરિસંવાદમાં હાજરી આપશે
તેમજ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલ સાથે આ પરિસંવાદને
સંબોધન કરશે. આ પ્રસંગે માનનીય મંત્રી, શ્રી અમિત શાહ NCELનો લોગો,
વેબસાઇટ અને માહિતી પુસ્તિકા પણ લોન્ચ કરશે. સહકાર મંત્રાલય તરફથી એક
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મંત્રીશ્રી NCEL સભ્યોને સભ્યપદ
પ્રમાણપત્રોનું વિતરણ કરશે.
શ્રી અમિત શાહે સહકારી ક્ષેત્ર દ્વારા, નિકાસ માટે એક છત્ર સંસ્થા તરીકે કાર્ય
કરવા માટે રાષ્ટ્રીય સ્તરની બહુરાજ્ય સહકારી મંડળીની સ્થાપના કરવાની
જરૂરિયાત પર ભાર મૂક્યા પછી NCEL અસ્તિત્વમાં આવી. સહકાર મંત્રીશ્રીના
સક્ષમ માર્ગદર્શન હેઠળ, સહકાર મંત્રાલયે દેશમાં સહકારી ચળવળને મજબૂત
કરવા માટે છેલ્લા 27 મહિનામાં 54 પહેલ કરી છે. સહકારી મંડળીઓના
માધ્યમથી નિકાસને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થાની
સ્થાપના એ 54 પહેલોમાંની એક છે જે "સહકાર સે સમૃદ્ધિ" ના સરકારના
વિઝનને સાકાર કરવા માટે એક મહત્વપૂર્ણ સોપાન છે.

NCEL એ, સહકારી ક્ષેત્રની નિકાસ માટે મલ્ટિ-સ્ટેટ કો-ઓપરેટીવ સોસાયટીઝ
એક્ટ, 2002 એક્ટ હેઠળ તા. 25 મી જાન્યુઆરી, 2023ના રોજ નોંધાયેલ છત્ર
સંસ્થા છે. તે મોટી સંખ્યામાં સહકારી મંડળીઓની નોંધણી કરીને કૃષિ અને
સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓને આશરે રૂ. 2,160
કરોડના વર્તમાન સ્તરથી 2025 સુધીમાં આવક બમણી કરવાનું લક્ષ્ય છે.

પ્રાથમિક સ્તરથી લઈને સર્વોચ્ચ સ્તર સુધીની તમામ સહકારી મંડળીઓ, જેઓ
નિકાસમાં રસ ધરાવે છે તે NCELના સભ્ય બનવા માટે પાત્ર છે જેની મંજુર
થયેલ શેર ભંડોળ રૂ. 2,000 કરોડની છે. નિવેદનમાં જણાવાયું છે કે, દેશના
ભૌગોલિક રૂપરેખાની બહાર વિશાળ બજારોમાં પ્રવેશ કરીને ભારતીય સહકારી
ક્ષેત્રમાં ઉપલબ્ધ વધારાની નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.
સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પગલા પર
સહકાર મંત્રાલયના અધિકારીઓ દ્વારા પ્રસ્તુતિ સાથે પરિસંવાદની શરૂઆત થશે.
પરિસંવાદના બીજા ભાગમાં નિકાસ બજારો સાથે જોડાણ માટે સહકારી
સંસ્થાઓનું ચેનલાઇઝિંગ, ભારતીય કૃષિ નિકાસની સંભાવના અને સહકારી
સંસ્થાઓ માટેની તકો, ભારતને વિશ્વની ડેરી ઉદ્યોગનું કેન્દ્ર બનાવવું અને
વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના સહિતના વિષયો પર ટેકનિકલ
સત્રોનો સમાવેશ થશે.
ચાર અગ્રણી સહકારી સંસ્થાઓ, જેવી કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ
ફેડરેશન(GCMMF- અમૂલ), ભારતીય ખેડૂત ખાતર સહકારી (IFFCO), કૃષક
ભારતી સહકારી (KRIBHCO), નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ
ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) અને નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ

કોર્પોરેશન (NCDC), ભારત સરકારનું વૈધાનિક નિગમ સંયુક્ત રીતે NCEL ને
પ્રોત્સાહન આપ્યું છે.
NCEL નિકાસ-સંબંધિત બાબતો પર કન્સલ્ટન્સી સેવાઓ પણ પ્રદાન કરશે,
સહકારી ઉત્પાદનો માટે સહકારી નિકાસ પર જ્ઞાન ભંડાર તરીકે કાર્ય કરશે અને
સહકારી ઉત્પાદનો/સેવાઓ માટે વધુ સારી કિંમતો મેળવશે.

સહકારી નિકાસ અંગેના રાષ્ટ્રીય પરિસંવાદમાં, NCEL ના સહકારી સભ્યો,
રાષ્ટ્રીય સહકારી સંઘો સહિત વિવિધ સહકારી ક્ષેત્રોના પ્રતિનિધિઓ, વિવિધ
દેશોના દૂતાવાસોના પ્રતિનિધિઓ અને કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ
સહિત 1000 થી વધુ સહભાગીઓ હાજરી આપશે તેમજ મોટી સંખ્યામાં
સહકારી સભ્યો અને હિતધારકો પણ ઓનલાઈનના માધ્યમથી જોડાશે.

Related posts

રાજસ્થાનમાં વિધાનસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થાય તેવી શક્યતા

Navbharat

રાહુલ ગાંધીએ વર્લ્ડ કપની હાર માટે કોને ગણાવ્યા જવાબદાર? પનોતી શબ્દ કહીને કોને માર્યો ટોણો?

Navbharat

સિંગાપોરના વેપાર, ઉદ્યોગકારોને વાઇબ્રન્ટ સમિટ 2024માં જોડાવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિમંત્રણ

Navbharat