NavBharat
Gujarat

કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર પટેલ સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના

નર્મદાના એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦’ના અમલીકરણ અંગે વેસ્ટર્ન ઝોનના વાઈસ ચાન્સેલર્સની કોન્ફરન્સમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી.
આ અવસરે કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યુ હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ નવા ભારતના નિર્માણ થકી અનેક સિધ્ધિઓ પ્રાપ્ત થઇ છે,જેમાંની મહત્વપુર્ણ સિદ્ધિ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી. ભારતના રજવાડાઓને એક કરનારા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું એકતાનગર ખાતે નિર્માણ કરી તેમની સાચી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી છે.વધુમાં તેમણે કહ્યું કે,મારું ગામ એક રજવાડું ગામ હતું. જેમના પર સરદાર વલ્લભભાઇ પટેલની દીર્ધ દ્રષ્ટિ પડતા તે ભારતની ભુમિનો એક ભાગ બન્યો છે.જેથી મારા ગ્રામજનો તરફથી સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાંજલી આપું છું એમ સહર્ષ જણાવ્યું હતું.
ત્યારબાદ તેમણે સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન-કવન અંગેનું તસ્વીરી પ્રદર્શન પણ તેઓશ્રીએ રસપૂર્વક નિહાળ્યું હતું. સમગ્ર દેશમાંથી એકત્રિત કરવામાં આવેલા લોખંડમાંથી નિર્માણ કરવામાં આવેલ પ્રતિકૃતિની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો.મા નર્મદાના દર્શનથી પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ તેઓશ્રીએ કરી હતી, આ તકે પ્રતિમાના નિર્માણના તકનીકી પાસાંઓ સહિતની જરૂરી વિગતો કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલી અર્પી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની ભાવવંદના કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી અંદરની હાઈ સ્પીડ લિફ્ટ પ્રવાસીઓને વ્યુઈંગ ગેલેરી સુધી લઈ જાય છે, તે એક અજાયબી છે એમ કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી કહ્યું હતું
સ્ટેચ્યુ ઓફ યુનિતી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફીટેબલ બૂક માનનીય મંત્રીશ્રીને અર્પણ કરી હતી.

બોક્સઃ

કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓડિસાના પરિવાર સાથે વાર્તાલાપ કર્યો
……………….
*મુલાકાત દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને અત્રે પ્રવાસે આવેલા પ્રવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો જેમાં ઓડિસાથી આવેલા પરિવાર સાથે ચર્ચા કરી તેમની ક્ષેમ કુશળતાના ખબર અંતર પુછ્યા હતા, વાર્તાલાપ બાદ ઓડિસાનો પરિવાર ભાવુક થયો હતો અને તેઓએ જણાવ્યુ હતુ કે,અમને આશા ન હતી કે, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવીશુ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી સાથે મુલાકાત થશે, આજે અમારો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનો પ્રવાસ સફળ થયો છે અને કેન્દ્રીય શિક્ષણમંત્રીશ્રી સાદાઇથી અમે પરીવારજનો અત્યંત પ્રભાવિત થયા છીએ.

Related posts

રાજ્યભરની ‘આદર્શ નિવાસી શાળાઓ’માં ચાલુ વર્ષે ધોરણ ૯ થી ૧૨માં કુલ ૯,૮૨૧ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો -આદિજાતિ વિકાસ નિયામક શ્રી સુપ્રિતસિંહ ગુલાટી

Navbharat

દિવાળી નિમિત્તે નાગરિકોની મુસાફરીમાં સુવિધા વધારવા રાજ્ય સરકારે વધુ 25 એસ.ટી બસોની આપી ભેટ

Navbharat

રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ

Navbharat