NavBharat
Business

ઓર્ગેનિક રિસાયક્લિંગ સિસ્ટમ્સ લિમિટેડનો IPO 21મી સપ્ટેમ્બરે ઓપન થશે

ઓર્ગેનિક રિસાયક્લિંગ સિસ્ટમ્સ લિમિટેડ એ પર્યાવરણીય ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરતી તેમજ વેસ્ટ મેનેજમેન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરતી ટેક્નોલોજી એન્જિનિયરિંગ (TEPC) આધારિત કંપની છે
**
ઓર્ગેનિક રિસાયક્લિંગ સિસ્ટમ્સ લિમિટેડ 21મી સપ્ટેમ્બરે પોતાનો IPO લાવી રહી છે, જેનું BSE, SME પ્લેટફોર્મ પર લિસ્ટીંગ કરવામાં આવશે. સૌથી ખાસ વાત એ છે કે, રિસાયક્લિંગ સિસ્ટમ્સ લિમિટેડ એ પર્યાવરણીય ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરતી અને વેસ્ટ મેનેજમેન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરતી ટેક્નોલોજી એન્જિનિયરિંગ (TEPC) આધારિત કંપની છે. આ 25,0,200 ઇક્વિટી શેર માટે પોતાનો IPO લાવી રહી છે, જેમાં રૂ. 10 /-ની ફેસ વેલ્યુ હશે અને એકંદરે શેર દીઠ કિંમત રૂ. 200 છે, જેની કુલ મળીને કિંમત રૂ. 5000.40 લાખ થાય છે.

ન્યૂનતમ લોટ સાઈઝ 600 શેરની છે. આ ઇશ્યૂ 21મી સપ્ટેમ્બરે ઓપન થાય છે અને 26મી સપ્ટેમ્બરે કલોઝ થશે. ત્યારબાદ BSEના SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. ઇશ્યૂના લીડ મેનેજર અરિહંત કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે અને ઇશ્યૂના રજિસ્ટ્રાર માશિતલા સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ છે.

ઓર્ગેનિક રિસાયક્લિંગ સિસ્ટમ્સ લિમિટેડ નેટ ઇશ્યુની આવકન ઉપયોગ થકી આ ઉદ્દેશો સિદ્ધ કરવા માંગે છે:

1. અમારી કંપનીના કુલ બાકી ઉધારમાં ઘટાડો કરવા
2. સામાન્ય કોર્પોરેટના ઉદ્દેશો માટે

ઓર્ગેનિક રિસાયક્લિંગ સિસ્ટમ્સ લિમિટેડ (ORS) એ ટેક્નોલોજી એન્જિનિયરિંગ (TEPC) આધારિત કંપની છે, જે પર્યાવરણીય ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને કચરાના પ્રકારો અને સમગ્ર મૂલ્ય શૃંખલામાં વેસ્ટ મેનેજમેન્ટ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. ORSની પાસે પ્રમાણિત પેટન્ટ ટેક્નોલોજી (DRYAD) છે અને તે સોલાપુર ખાતેના 400 TPDના ભારતના પ્રથમ AD આધારિત મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (MSW)થી એનર્જી પ્લાન્ટને સફળતાપૂર્વક ચલાવવાની ક્ષમતા પણ ધરાવે છે.

આ પ્રોજેક્ટ “સ્વચ્છ ભારત અભિયાન” અંતગર્તના એક મોડેલ પ્રોજેક્ટ માટેનો કેસ સ્ટડી છે. ORS એ બાયોગેસ, વીજળી, ખાતર, રિફ્યુઝ્ડ ડિરિવ્ડ ફ્યુઅલ/બાયોમાસ પેલેટ્સ, પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને કાર્બન બ્લેકમાં વિવિધ આવકના પ્રવાહોનું વ્યાપારીકરણ દર્શાવ્યું છે. કંપનીએ એનારોબિક બાયોમેથેનેશન ટેક્નોલોજી પર વિકસિત ભારતના પ્રથમ વેસ્ટ ટુ એનર્જી (WTE) પ્લાન્ટમાંથી એક સફળતાપૂર્વક ચલાવવાની ટેકનોલોજી અને ક્ષમતા સાબિત કરી છે.

કંપની પાસે 3 બિઝનેસ વર્ટિકલ્સ ઉપલબ્ધ છે :

1. એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) વિભાગ સાથે પ્રોડક્ટ ડેવલપર અને ટેક્નોલોજી લાઇસન્સિંગ

2. પ્રોડક્ટ વર્ટિકલ

3. કન્સલ્ટિંગ વર્ટિકલ

વર્ષોથી એકત્ર કરાયેલા ડેટા સાથે કંપની હવે દેશમાં વિવિધ ઈપીસી તકો માટે આગળ ચાલી રહી છે અને એટલા માટે કચરાના વ્યવસ્થાપન માટે સમગ્ર મૂલ્ય શૃંખલાને સમાવિષ્ટ ઉકેલો પ્રદાન કરે છે.

ઓર્ગેનિક રિસાયક્લિંગ સિસ્ટમ્સ લિમિટેડે નાણાકીય વર્ષ 2021માં રૂ. 1578.18 લાખ, નાણાકીય વર્ષ 2022માં રૂ. 1756.67 લાખની સરખામણીએ નાણાકીય વર્ષ 2023માં કુલ આવક રૂ. 2534.10 લાખની પોતાની કુલ આવકની સાથે સતત નાણાકીય વૃદ્ધિ દર્શાવી છે. જયારે નાણાકીય વર્ષ 2023 માટે આનો EBITDA રૂ.1,149.45 લાખ રૂપિયા હતો, જે FY22 માટે રૂપિયા 214.08 લાખ અને FY21 માટે રૂપિયા 326.89 લાખ હતો.

કંપનીના પ્રમોટર શ્રી સારંગ ભાંડ છે અને કંપનીની રજીસ્ટેડ ઓફિસ નવી મુંબઈના વશીમાં છે.

Related posts

સુઝુકીના ગુજરાતને ખરીદવા માટે પ્રેફરન્શિયલ શેર ઇશ્યૂ માટે મારુતિ

Navbharat

Jio AirFiber 19 સપ્ટેમ્બરે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે

Navbharat

ટાટા આસામમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે, જાણો કેટલું કરી શકે છે રોકાણ 

Navbharat