આ કોન્ફરન્સમાં સતત વિકસતા ડિજિટલ પડકારોની વાત કરવા ઉદ્યોગ, બેંક અને સાયબર સિક્યુરિટી એક્સપર્ટ અને વક્તાઓને એકસાથે મંચ પર લાવવામાં આવ્યાં
ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (એસોચેમ) ગુજરાત કાઉન્સિલે મંગળવારે અમદાવાદમાં “સાયબર સિક્યુરિટી એન્ડ ડિજિટલ રિસ્ક મેનેજમેન્ટ” વિષય પર કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ કોન્ફરન્સમાં ઇન્ડસ્ટ્રી બેંક અને સાયબર સિક્યુરિટી નિષ્ણાતોના વક્તાઓને એકસાથે આવ્યા, જેમણે ડિજિટલ લેન્ડસ્કેપમાં પડકારોનો સામનો કરવા માટે વિવિધ મુદ્દાઓ પર પોતના મંતવ્યો શેર કર્યા હતા.
આ કોન્ફરન્સે ડિજિટલ વિશ્વમાં સતત વિકસતા પડકારો અને આ પડકારોને ઘટાડવાની નવીનતમ વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવા અને વિચારોના આદાન પ્રદાન કરવા માટે એક પ્લેટફોર્મના રૂપમાં કાર્ય કર્યું છે.
આ કોન્ફરન્સમાં નિષ્ણાતોએ ડેટા પ્રોટેક્શન, રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ, થ્રેટ ઇન્ટેલિજન્સ અને સાયબર સ્પેસને સુરક્ષિત કરવા માટે સંયુક્ત પ્રયાસોના મહત્વ પર તેમના વિચારો શેર કર્યા હતા.
એસોચેમ ગુજરાત કાઉન્સિલના કો-ચેરમેન જૈમિન શાહે સ્વાગત પ્રવચન આપતા કહ્યું કે, “સાયબર સિક્યુરિટી આધુનિક વિશ્વમાં સૌથી મોટો પડકારમાથી એક છે. આજના યુગમાં જ્યારે આપણે વ્યક્તિગત, નાણાકીય અને વ્યવસાયિક ડેટાનો મોટો ભાગ ડિજિટલ ફોર્મેટમાં ઉપસ્થિત છે ત્યારે આ ડિજિટલ સંપત્તિઓની સલામતી અને સુરક્ષા સર્વોપરી છે. મજબૂત સાયબર સિક્યુરિટી ઉપાયો અને ડિજિટલ જોખમ રિસ્ક મેનેજમેન્ટની જરૂરિયાત પહેલા ક્યારેય આટલી વધુ રહી નથી. અમે એસોચેમ ગુજરાત કાઉન્સિલમાં સાયબર સિક્યુરિટી અવેરનેસને પ્રોત્સાહન આપવા અને દેશના સાયબર ડિફેન્સને મજબૂત કરવા માટે સહયોગાત્મક પ્રયાસોને સુવિધાજનક બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.
આ કોન્ફરન્સમાં અગ્રણી વક્તાઓમાં ગુજરાત SEQRITE હેડ શ્રી કૌતુક ત્રિવેદી, નાસકોમ સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરના સિનિયર ડાયરેક્ટર અને સેન્ટર હેડ શ્રી અમિત સલુજા અને એસબીઆઈ – એલએચઓ અમદાવાદના ડીજીએમ (ડિજિટલ અને ટ્રાન્ઝેક્શન બેન્કિંગ યુનિટ) શ્રી પ્રબુધ કુમારે આ વિષય પર ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ પોતાની કુશળતા અને વિવિધ મુદ્દાઓ સાથે શેર કર્યા હતા. જ્યારે એસોચેમ ગુજરાત કાઉન્સિલ IPR કમિટીના ચેરમેન શ્રી નકુલ શેરદલાલે સૌનો આભાર માન્યો હતો.
ઇનોગ્રેશન સેશન બાદ સાયબર સિક્યુરિટી અને ડેટા પ્રાઇવેસી પર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ અને દેવ આઇટી લિમિટેડના સીટીઓ અને ડિરેક્ટર શ્રી વિશાલ વાસુ, ટેકડેફેન્સ લેબ્સના સીઈઓ શ્રી સન્ની વાઘેલા, સાયબેરા લીગલ સર્વિસીસના સ્થાપક શ્રી મનન ઠક્કર, વીપી-માર્કેટિંગ ઈન્ફોસીસના શ્રી ભરથ એથા અને પ્રી સેલ્સ SEQRITEના હેડ શ્રી નવનીથા કૃષ્ણન નાદર ઉપસ્થિત રહ્યા હતા.
આ કોન્ફરન્સનું સમાપન એક પ્રશ્ન અને જવાબની સાથે થયું, જેમાં સહભાગીઓને પોતાની ડિજિટલ એસેટ્સ અને ડેટની સુરક્ષા માટે બેસ્ટ પ્રેક્ટિસ અને સ્ટ્રેટેજી વિશે માહિતી મેળવવામાં મદદ મળી હતી.