NavBharat
Business

એથર એનર્જીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ કર્યો, ટૂંક સમયમાં નેપાળમાં લોન્ચ થશે

ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક વાહન કંપનીઓમાંની એક એથર એનર્જીએ આજે નેપાળમાં
તેના બેસ્ટ સેલિંગ ફ્લેગશિપ મોડલ, 450Xની નિકાસ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવાની જાહેરાત કરી છે.
એથર આ વર્ષે નવેમ્બરમાં કાઠમંડુમાં તેનો પ્રથમ એક્સપિરિયન્સ સેન્ટરની શરૂઆત સાથે નેપાળમાં અગ્રણી
ઈન્ડસ્ટ્રીયલ ગ્રૂપ વૈદ્ય ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટ્રેડિંગ હાઉસિસ (VOITH)ની પેટાકંપની, વૈદ્ય એનર્જી સાથે
જોડાણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ફૂટપ્રિન્ટ સ્થાપિત કરશે.
એથરના ચીફ બિઝનેસ ઓફિસર રવનીત ફોકેલાએ જણાવ્યું હતું કે, “એથર એ ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટની
પહેલ કરી છે. સ્થાનિક સ્તરે સતત ગ્રોથ જારી રાખવાની સાથે અમે આંતરરાષ્ટ્રીય બજારોમાં અમારા બિઝનેસ
ફૂટપ્રિન્ટને વિસ્તારવા માટે ઉત્સાહિત છીએ. અમારી પાસે અનેક બજારોમાંથી અવિશ્વસનીય ઇન-બાઉન્ડ માંગ છે, અને
નેપાળ એ આંતરરાષ્ટ્રીય પ્રવેશ માટેની અમારી સફરનું પ્રથમ પગલું છે. અમે નેપાળના ઓટોમોબાઈલ માર્કેટને ક્લીન
મોબિલિટી પસંદગીઓ પર સ્વિચ કરવાના વધતા જુસ્સાને જોઈ રહ્યા છીએ. બજાર નિર્માણના અમારા ઇકોસિસ્ટમ
અભિગમને અનુરૂપ, અમે અમારા ઝડપી પબ્લિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવીશું. અમે નેપાળના બજારમાં
પ્રવેશતા જ વૈદ્ય ગ્રૂપ સાથે ભાગીદારી કરવા બદલ ઉત્સુક છીએ. તેમનો બહોળો અનુભવ અને ઓટોમોટિવ રિટેલ
સેક્ટરમાં સ્થાપિત કુશળતા અમારા ચાહકો અને ગ્રાહકો માટે અસાધારણ અનુભવ પૂરા પાડવાના અમારા પ્રયાસોને
પૂરક બનાવશે.”
ભારતની બહાર વૈશ્વિક બજારમાં એથરનું રિટેલ વિસ્તરણ, સ્થાનિક બજારમાં તેની સફળતાને આભારી છે, જ્યાં તેની
450 સિરીઝ પ્રિમિયમ ટુ વ્હિલર ઈલેક્ટ્રિક વ્હિકલ (EV) સેગમેન્ટમાં 75% બજાર હિસ્સા સાથે લીડર છે.
એથર 450Xની નિકાસ કરવાની યોજના એવા સમયે હાથ ધરવામાં આવી છે, જ્યારે નેપાળ વધુ ક્લિન મોબિલિટી
વિકલ્પો તરફ આગળ વધી રહ્યું છે. ભારત અને ચીન જેવા તેના મોટા પડોશીઓ કરતાં પ્રમાણમાં નાનું બજાર નેપાળ
હોવા છથાં એથર જેવી કંપનીઓ માટે પ્રોડક્ટ પર્ફોર્મન્સ અને સ્વીકાર્યતાના સંદર્ભમાં નવા બજારોને સમજવા માટે ખૂબ
જ આશાસ્પદ છે.
એથર એનર્જી અને વૈદ્ય એનર્જી વચ્ચેની ભાગીદારી નેપાળના ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં નેપાળના ગ્રાહકો દ્વારા વધુ
ઝડપથી હાઈ પર્ફોર્મન્સ ઈવી અપનાવવા વેગ આપશે. પાર્ટનરશિપના ભાગ રૂપે, વૈદ્ય એનર્જી નેપાળમાં એથર
ઉત્પાદનોના વેચાણ અને સેવાની સુવિધા આપશે. એથર એનર્જીએ વર્ષોથી EVs માટે તણાવ મુક્ત ટ્રાન્જિશન
સુવિધાઓ પૂરી પાડી અનુકૂળ ઇકોસિસ્ટમ બનાવવા માટે વ્યૂહાત્મક રોકાણ કર્યું છે. કંપની નેપાળમાં તેના રિટેલ
કામગીરીનું વિસ્તરણ કરતી વખતે આ જ પરંપરાને જાળવી રાખશે. વૈદ્ય એનર્જી રેન્જની ચિંતાને દૂર કરવા માટે આ
ભાગીદારીના ભાગરૂપે ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશન, એથર ગ્રીડ પણ સ્થાપશે.
એથર સાથેની ભાગીદારી અંગે વૈદ્ય એનર્જીના સીઈઓ, સૂર્યાંશ વૈદ્યએ જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે મોબિલિટી
ભૌતિકતાથી આગળ વધવી જોઈએ; જે લોકોના જીવનમાં આનંદ અને રોમાંચ લાવે. એથર એનર્જી સાથેના અમારા
સહયોગ દ્વારા, અમે પ્રીમિયમ મોબિલિટી સોલ્યુશન્સમાં એથરની એડવાન્સ ઇલેક્ટ્રિક વ્હીકલ ટેક્નોલોજી સાથે અમારી

કુશળતા જોડી મોબિલિટી સેગમેન્ટમાં સંપૂર્ણપણે નવો ઉત્સાહ ઉમેરી રહ્યા છીએ. મહત્વની વાત એ છે કે, અમારા
વાહનો માત્ર રોમાંચક અનુભવ જ નહીં, પરંતુ ખર્ચમાં બચત, વધારાની સગવડતા અને સફરના સમયમાં ઘટાડો
કરવામાં પણ નોંધપાત્ર યોગદાન આપે છે. અમે પ્રોડક્શન, સર્વિસ, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત સમગ્ર ઇકોસિસ્ટમ
વિકસાવવા અને ગ્રાહકના અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકલ્પ કરીએ છીએ."

Related posts

સોનાની કિંમતમાં બુલિયન માર્કેટમાં વધી, જાણો શું છે સોનાના નવા ભાવો 

Navbharat

સોવરિન ગોલ્ડ બોન્ડ 2023-24 સિરીઝ III નો આજે અંતિમ દિવસ

Navbharat

InsuranceDekhoએ સિરીઝ B ફંડીંગ અંતર્ગત 60 મિલીયન ડોલર ઊભા કરીને ચાલુ વર્ષના કુલ ફંડીંગ 200 મિલીયન ડોલરના આંકને વટાવ્યો

Navbharat