NavBharat
Entertainment

આસીફ શેખ દ્વારા ભાભીજી ઘર પર હૈમાં નોટી ગર્લ તરીકે હાસ્ય લાવે છે

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈ મનોરંજનનો એકધાર્યો સ્રોત છે, જે દર્શકો માટે
હાસ્યસભર અને મનોરંજક વાર્તારેખા લાવતો રહે છે. દરેક વખતે પાત્રો પોતાને
હાસ્યસભર સ્થિતિમાં પામે છે, જે દર્શકોના ચહેરા પર સ્મિત લાવે છે. ટૂંક
સમયમાં જ દર્શકોને વધુ પેટ પકડાવીને હસાવનારો અનુભવ થવાનો છે, કારણ કે
વિભૂતિ નારાયણ મિશ્રાનું પાત્ર ભજવતો આસીફ શેખ સુંદર, મોહિની અને નટખટ
છોકરીમાં પરિવર્તિત થતું જોવા મળશે. નોટી ગર્લની વાર્તા વિશે રોમાંચ વ્યક્ત
કરતાં આસીફ શેખ કહે છે, "પંડિત રામફલનું સાંભળીને અમ્માજી (સોમા રાઠોડ)
અંગૂરી (શુભાંગી અત્રે)ના જીવન પર તોળાતા ખતરા વિશે વાકેફ થાય છે. તેનું
રક્ષણ કરવા માટે મનમોહન તિવારી (રોહિતાશ ગૌર) દ્વારા અંગૂરીમાં ઈર્ષા પેદા
કરવા અન્ય મહિલાઓ સાથે ફલર્ટ કરતું વર્તન કરવાનું હોય છે. બીજી બાજુ
વિભૂતિ, ટિલ્લુ (સલીમ ઝૈદી), ટીકા (વૈભવ માથુર) અને સકસેના (સાનંદ
વર્મા)ને નોટી ગર્લ ગેન્ગ વિશે જાણ થાય છે, જે છોકરીઓનું જૂથ આર્થિક લાભ
માટે ધનાઢ્ય વેપારીઓનું મનોરંજન કરે છે. આથી ઝડપી ભંડોળ પ્રાપ્ત કરવા
માટે તેઓ પણ નોટી ગર્લ ગેન્ગના સભ્ય બની જાય છે અને તેમના મેનેજર તરીકે
ડેવિડ ચાચા (અનુપ ઉપાધ્યાય)ની સેવા રાખે છે. આ પછી તિવારી ડેવિડ
ચાચાને અંગૂરીમાં ઈર્ષા પેદા કરવા અને તેનું જીવન બચાવવા માટે ગેન્ગ
પોતાને ઘરે આવે એવી વ્યવસ્થા કરવા માટે પૂછે છે. જોકે આ ગેન્ગ આવતાં
બધી જ તિવારી સાથે ફલર્ટ કરવાનું શરૂ કરે છે, જેને લીધે અંગૂરી દુઃખી થાય
છે.”
પડદા પર વૈવિધ્યપૂર્ણ, મનોરંજક પાત્રો ભજવવા વિશે બોલતાં વિભૂતિ નારાયણ
મિશ્રા ઉર્ફે આસીફ શેખ કહે છે, "અમારું લક્ષ્ય હાસ્યસભર વાર્તાઓ અને પાત્રો થકી
દર્શકોમાં હાસ્ય લાવવાનું છે, જે તેમને પેટ પકડાવીને હસાવે. દર્શકોએ શોમાં મેં
ભજવેલાં દરેક સ્ત્રી પાત્રોને ભરપૂર પ્રેમ અને સરાહના આપ્યા છે. મેં બધી ઉંમરની
સ્ત્રીઓ પડદા પર ભજવી છે અને ખરેખર મહિલાઓનાં પાત્રો ભજવવાનું મને ગમે
છે. આ પડકારજનક હોવા સાથે બહુ મનોરંજક પણ છે. દર્શકોને એક પુરુષને
મહિલાના રૂપમાં જોવાનું હંમેશાં ગમે છે અને મારે કહેવું જોઈએ કે મને લાગે છે
કે મહિલા તરીકે હું બહુ સારો લાગું છું (હસે છે). મારી પાસે ખાસ કરીને સ્ત્રીનું
પાત્ર ભજવવા માટે દરેક આકાર અને કદનાં કપડાંનું કલેકશન છે, જે મારા
મેકઅપ રૂમમાં સંગ્રહ કરાયું છે. નોટી ગર્લ ભજવવાનું બહુ જ મજેદાર હતું. પુરુષ

કલાકારને સ્ત્રી પાત્ર ભજવવાનું આસાન નથી. તેમાં અવાજથી લઈને મેકઅપ,
કોશ્ચ્યુમ, હાવભાવ અને વર્તન સહિત સમાયોજિત કરવા માટે ભરપૂર તૈયારી
કામે લાગે છે. આ બહુ સમય માગી લેનારી પ્રક્રિયા છે. આઉટફિટ, મેકઅપ અને
ડાયલોગ માટે કલાકો સુધી રિહર્સલ કરવા પડે છે. સ્ત્રીનું પાત્ર દીપી ઊઠે તે માટે
બધું બેજોડ હોવું જોઈએ. મને આખી પ્રક્રિયા મજેદાર લાગી અને હવે હું તેનાથી
બહુ કમ્ફર્ટેબલ થઈ ગયો છું. આ પરિવર્તન અમને બધાને ગમ્યું અને અમે એકત્ર
શૂટિંગમાં બહુ મજા કરી. શુભાંગી (અંગૂરી ભાભી) અને વિદિશા (અનિતા ભાભી)એ
અમને સૌપ્રથમ જોયા ત્યારે તેઓ પણ ચકિત થઈ ગઈ હતી અને હસવાનું રોકી
શકી નહોતું. મને ખાતરી છે કે અમારા દર્શકોને પણ આશ્ચર્ય થશે અને નોટી
ગર્લ્સની નટખટ હરકતો સામે તેમની પ્રતિક્રિયા જોવા માટે ઉત્સુક છું. દર્શકો માટે
નવું અને તાજગીપૂર્ણ લાવવા માટે અમે સતત સંશોધન, વિચારવિનિમય કરીએ
છીએ અને અદભુત અને મનોરંજક પાત્રો નિર્માણ કરીએ છીએ, જેથી દર્શકો
જકડાઈ રહે. દરેક પાત્રને દર્શકો પ્રેમ આવ્યો છે, જે મને વધુ ખોજ કરવા
પ્રોત્સાહન આપે છે અને દરેક વખતે મારી ગત કામગીરી કરતાં વધુ સારું કામ
કરવા માટે ભાર આપું છું.”
જોવાનું ચૂકશો નહીં આ સપ્તાહમાં એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં
હાસ્યસભર નોટી ગર્લ્સની વાર્તા, રાત્રે 10.30 વાગ્યાથી, દરેક સોમવારથી

શુક્રવાર!

Related posts

વિક્રાંત મેસીની ’12th Fail’એ સ્પર્શ કર્યો કમાણીનો આ જાદુઈ આંકડો, જાણું કેટલું રહ્યું કલેક્શન?

Navbharat

દુબઈના ઇન્ડોરજેમ્સને ઉજાગર કરો – ભાવિ મ્યુઝિયમો અને હેરિટેજ લેન્ડમાર્કસમાંથી, દુબઈના ગ્રેટ ઈન્ડોર્સની ભવ્યતાનો અનુભવ કરો

Navbharat

લોકીની બીજી સીઝન હવે ડિઝની+ હોટસ્ટાર પર

Navbharat