NavBharat
Gujarat

આગામી તા.19 જુલાઈ થી 21 જુલાઈ દરમયાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા

રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનરશ્રી દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

રાજ્યભરમાં  છેલ્લા ૨૪ કલાક દરમ્યાન રાજયમાં થયેલ વરસાદની માહીતી  આપતા IMDના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં તા.૧૯/૦૭/૨૦૨૩ થી તા.૨૧/૦૭/૨૦૨૩ દરમ્યાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે.

સિંચાઇ વિભાગના અધિકારીશ્રી ઘ્વારા જળાશયો વિશે માહિતી આ૫તા જણાવ્યું હતું કે, રાજયમાં ૨૦૬ જળાશયો પૈકી ૪૩ જળાશય હાઈ એલર્ટ, ૧૮ જળાશય એલર્ટ અને ૧૯ જળાશય વોર્નિંગ પર છે.

કૃષિ વિભાગના અધિકારીશ્રી દ્વારા ખરીફ પાકની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સામાન્ય વાવેતર વિસ્તારની સામે ૭૧.૩૧% વાવેતર થયું છે.

એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીશ્રીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

આ બેઠકમાં આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ,  ઉર્જા, ઈસરો, ફાયર, ફીશરીઝ, માર્ગ અને  મકાન, GSRTC, GSDMA, એરફોર્સ, યુ.ડી.ડી., પશુપાલન અને માહિતી વિભાગના નોડલ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Related posts

દિવાળી પહેલા ઓક્ટોબર માસમાં રાજ્યના 72 લાખથી વધુ NFSA કુટુંબોને અનાજ વિતરણ કરાયું: પુરવઠા મંત્રી

Navbharat

મોડાસાની 34 વર્ષીય પૂર્વ હોકી પ્લેયર યુવતીનું હાર્ટ એટેકથી મોત, છેલ્લા 3 મહિનામાં 10થી વધુને આવ્યો હાર્ટ એટેક!

Navbharat

ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, નૃત્યો મળી 15 સાંસ્કૃતિ વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં

Navbharat