NavBharat
Education

આઈઈએલટીએસ વન સ્કિલ રિટેક હવે ભારતમાં ઉપલબ્ધ

દુનિયાની સૌથી લોકપ્રિય ઈન્ગ્લિશ લેન્ગ્વેજ ટેસ્ટ્ આઈઈએલટીએસ લેવાની તૈયારી કરતા ભારતીય ટેસ્ટ લેનારા હવે તેમની વૈશ્વિક શીખ અને કારકિર્દીનાં લક્ષ્યોને હાંસલ કરવા માટે જરૂરી સ્કોર મેળવવા મદદરૂપ થવા માટે નવા ફીચરને પહોંચ મેળવી શકે છે.
ભારતમાં પાત્ર આઈઈએલટીએસ કમ્પ્યુટર ડિલિવર્ડ ટેસ્ટ સેન્ટર્સમાં ઉપલબ્ધ આઈઈએલટીએસ વન સ્કિલ રિટેક ટેસ્ટ લેનારને પ્રથમ રાઉન્ડમાં તેમનું લક્ષ્ય હોય તે કુશળતામાં ઈચ્છિક સ્કોર હાંસલ નહીં કરી શકે તો ચાર કુશળતા (શ્રવણ, વાંચન, લેખન અથવા બોલવું)માંથી કોઈ પણ એક રિટેક લઈ શકે છે. આ ફીચર હાલમાં કમ્પ્યુટર ડિલિવર્ડ આઈઈએલટીએસ ટેસ્ટ અપનાવનારા ટેસ્ટ લેનારા માટે ઉપલબ્ધ છે.
આઈઈએલટીએસ વન સ્કિલ રિટેક હાલમાં ગૃહ બાબતોનો ઓસ્ટ્રેલિયા વિભાગ, ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રેક્ટિશનર્સ રેગ્યુલેશન એજન્સી દ્વારા સ્વીકારવામાં આવે છે અને દરેક મહિને યુનિવર્સિટીઓ અને સંસ્થાઓની સંખ્યા વધી રહી છે.
આઈઈએલટીએસ, આઈડીપી એજ્યુકેશનના મેનેજિંગ ડાયરેક્ટર વોરવિક ફ્રીલેન્ડે જણાવ્યું હતું કે નવો વિકલ્પ ગ્રાહકોને તેમના ઉત્તમ સ્કોર્સ હાંસલ કરવા અને યોગ્ય ઉમેદવારોને આકર્ષવા માટે સંસ્થાઓને ટેકો આપવા માટે મદદરૂપ થવા આઈઈએલટીએસની કટિબદ્ધતા દર્શાવે છે.
“આઈઈએલટીએસ વન સ્કિલ રિટેક ટેસ્ટ લેનારને તેમની મૂળ કામગીરી તેમની ભાષાની પકડની સપાટી આલેખિત કરતી નથી એવું લાગે તો એક કુશળતા રિટેક કરવાની તક આપીને વાજબીપણું સુધારે છે,” એમ શ્રી ફ્રીલેન્ડે જણાવ્યું હતું.
“અમને ગર્વ છે કે આ પહેલ ટેસ્ટ લેનારને તેમની સંપૂર્ણ સંભાવના હાંસલ કરવા મદદરૂપ થવાની અમારી કટિબદ્ધતા પર ભાર અપાયો છે.”
આઈડીપી એજ્યુકેશનના સાઉથ એશિયા અને મોરિશિયસના રિજનલ ડાયરેક્ટર પીયુષ કુમારે જણાવ્યું હતુ કે આઈઈએલટીએસ વન સ્કિલ રિટેક ટેસ્ટ લેનારને તેમનાં અભ્યાસ અને હિજરતનાં લક્ષ્યોને હાંસલ કરવ માટે ઉત્તમ તક આપે છે.
“અમે અમારા ટેસ્ટ લેનારનું સાંભળ્યું, જેમણે અમને કહ્યું કે આખી ટેસ્ટ રિટેક લેવાની બદલે તેઓ ટેસ્ટના દિવસે તેઓ ચાહતા હોય તેમાં ધારેલો સ્કોર નહીં મેળવી શકે તો આઈઈએલટીએસ ટેસ્ટની એક સ્કિલ રિટેક લેવા તેઓ સક્ષમ બનવા માગે છે,” એમ શ્રી કુમારે જણાવ્યું હતું.
“આઈઈએલટીએસ વન સ્કિલ રિટેક શૈક્ષણિક અને સામાન્ય આઈઈએલટીએસ માટે ઉપલબ્ધ હોઈ ભારતમાં ટેસ્ટ લેનારને નવા વિકલ્પો આપે છે અને વધુ સાનુકૂળતા આપે છે, કારણ કે તેમને તેમના પ્લાન ટ્રેક પર મળે છે. તે હાલમાં દેશમાં કમ્પ્યુટર કેન્દ્રો પર સર્વ 47 આઈઈએલટીએસમાં ઉપલબ્ધ છે,” એમ તેમણે ઉમેર્યું હતું.

ટેસ્ટ લેનાર આઈઈએલટીએસ વન સ્કિલ રિટેક પસંદ કરે તેમને તેમના નવા સ્કોર સાથે બીજું ટેસ્ટ રિપોર્ટ ફોર્મ (ટીઆરએફ) પ્રાપ્ત થાય છે, જે હિજરત અને અભ્યાસ માટે ઉપયોગ કરી શકાય છે. તેમના સ્કોરને આધારે ટેસ્ટ લેનાર તેમણે રિટેક કરેલી સ્કિલ માટે તેમના જૂના કે નવા ટીઆરએફનો ઉપયોગ કરવા માગે છે કે નહીં તે પસંદ કરી શકે છે.

ટેસ્ટ લેનારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આઈઈએલટીએસ વન સ્કિલ રિટેક માઈગ્રેશન અને અભ્યાસ માટે લોકપ્રિયતામાં હજુ વૃદ્ધિ પામી રહી છે. આઈઈએલટીએસ દ્વારા સરકાર અને સંસ્થાઓ સાથે આઈઈએલટીએસ વન સ્કિલ રિટેક સ્વીકારવા માટે કામ કરી રહી છે અને ટેસ્ટ લેનારને અપડેટ્સ માટે અમારી વેબસાઈટ જોતા રહેવાની સલાહ છે.

*ઓએસઆર હાલમાં ઓસ્ટ્રેલિયા માટે જ ઉપલબ્ધ છે. આઈડીપી અન્ય દેશોમાં પણ ટૂંક સમયમાં લોન્ચ કરવા માગે છે.

આઈઈએલટીએસ વિશે
આઈડીપી ઈન્ટરનેશનલ ઈન્ગ્લિશ લેન્ગ્વજ ટેસ્ટિંગ સિસ્ટમ (આઈઈએલટીએસ)ની ગૌરવશાળી સહ-માલિક છે.
આઈઈએલટીએસ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ ટેસ્ટિંગની આગેવાન છે. અમે 30 વર્ષ પૂર્વે શરૂઆત કરીને ઉદ્યોગમાં પરિવર્તન લાવી દીધું હતું અને આજે પણ ક્ષેત્રમાં આગેવાન છીએ.
અમે અમારી ટેસ્ટમાં નાવીન્યતા લાવી દીધી ચે, જેથી માનવી જોડાણ બહેતર બને.
આખરે ભાષા માનવી છે તેમ ટેસ્ટિંગનું પણ હોવું જોઈએ.
અમે એકમાત્ર હાઈ-સ્ટેક્સ ટેસ્ટ છીએ, જે પેપર, કમ્પ્યુટર અને ઓનલાઈન વિકલ્પો ઓફર કરે છે.
આઈઈએલટીએસ સ્કોર સાથે અમારા ટેસ્ટ લેનારા ગૌરવપૂર્વક 11,500 સંસ્થાઓ બતાવી શકે છે, જેઓ આઈઈએલટીએસ સ્કોરથી આ મુકામ પર પહોંચ્યા હોવાનું સ્વીકારે છે.
ધ ઈન્ટરનેશનલ ઈન્ગ્લિશ લેન્ગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ (આઈઈએલટીએસ) તમને અંગ્રેજી નેટિવ લેન્ગ્વેજ હોય તેવા દેશમાં કામ, અભ્યાસ અથવા માઈગ્રેટ કરવામાં મદદરૂપ થવા માટે તૈયાર કરાઈ છે. આમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂ ઝીલેન્ડ અને યુકે તથા યુએસએ જેવા દેશોનો સમાવેશ થાય છે.
તમારી અંગ્રેજીમાં સાંભળવાની, વાંચવાની, લખવાની અને બોલવાની ક્ષમતા ટેસ્ટ દરમિયાન આકલન કરાશે. આઈઈએલટીએસ 1-9ના સ્કેલ પર ગ્રેડેડ છે.
આઈઈએલટીએસ સંયુક્ત રીતે બ્રિટિશ કાઉન્સિલ, આઈડીપી આઈઈએલટીએસ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ એન્ડ એસેસમેન્ટની માલિકીની છે.

Related posts

શિક્ષણ મંત્રી પ્રધાન જામિયા મિલિયા ઈસ્લામિયાના ‘શતાબ્દી વર્ષના પદવીદાન સમારંભ’ની અધ્યક્ષતા કરશે

Navbharat

ગુજરાત યુનિવર્સિટીમાં હિંસક હુમલામાં વિદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવાયા

Navbharat

CTET ડિસેમ્બર-2023 માટે અરજી કરનારાઓ માટે રાહતના સમાચાર, હવે આ તારીખ સુધી કરી શકાશે એપ્લાય

Navbharat