NavBharat
Entertainment

અલિઝા ખાન કહે છે, “મેં અનુભવ્યું કે, શબ્બિર આહ્લુવાલિયા ‘સેટનો જીવ’ છે

ઝી ટીવીના પ્યાર કા પહેલા નામ રાધા મોહન, જે આધુનિક વૃંદાવન આધારીત એક રોમાન્ટિક નાટક છે, તે ગતવર્ષે
તેની શરૂઆતથી જ દર્શકોમાં ચહિતો બની ગયો છે. એક સાંકળતી વાર્તા, નાટ્યાત્મક વણાંકની સાથોસાથ સંબંધિત
પાત્રો જેવા કે, મોહન (શબ્બિર આહ્લુવાલિયા), રાધા (નીહારિકા રોય), દામીની (સંભાબના મોહન્તિ) દર્શકોને તેમની
સીટ પર જકડી રાખ્યા છે. તાજેતરના એપિસોડમાં દર્શકોએ જોયું કે, કઈ રીતે મોહન રાધા માટેના તેના પ્રેમને સ્વિકારે
છે, જ્યારે તે જેલમાં હોય છે, તેમ છતા પણ મુશ્કેલી સામે તેને નિર્દોષ પૂરવાર કરવાનું નક્કી કરે છે. તેની મૃત પત્નિ
તુલસી (કિર્તિ નાગપૂરે)ને મારવા પાછળની દામિનીની હકિકત બધાની સામે જાહેર કરી દિધી, જેનાથી રાધાની
વિરુદ્ધનો બનાવટી પ્લાન બધાની સામે આવી ગયો.
ઘણા નાટકની સાથે, દર્શકોએ પ્રસિદ્ધ અભિનેત્રી અલીઝા ખાનને શોમાં વકીલ દેવિકા તરીકે પ્રવેશતા જોશે. દેવિકા એ
વ્યવસાયે એક પ્રોફેશનલ ક્રિમિનલ વકીલ છે અને દામીની, મોહન તથા તુલસીની કોલેજની મિત્ર હતી. દામિનીએ તેને
રાધાની સામે કેસ જીતવા માટે બોલાવી હતી, પણ તુલસીની મિત્ર હોવાને લીધે, દેવિકાએ હંમેશા સુનિશ્ચિત કરવા
માટે તૈયાર છે કે, ગમે તે રીતે સાચા ખૂનીને દંડ કરે. અલીઝાએ 6 વર્ષ બાદ ચેનલ પર પરત ફરી છે અને શોના કાસ્ટની
સાથે કામ કરીને ખૂબ જ ખૂશ છે.
અલીઝા ખાન કહે છે, “ચેનલની સાથે મારો પ્રથમ શો ‘ઘર કી લક્ષ્મી બેટિંયાઁ’ હતો, ત્યારબાદ મેં ‘ઇક થા રાજા ઇક થી
રાની’માં કામ કર્યું અને હવે 6 વર્ષ બાદ પ્યાર કા પહેલા નામ રાધા મોહનમાં દેવિકા તરીકે ઝી ટીવી પર પાછી ફરતા
ખૂબ જ ઉત્સાહિત છું. હું છેલ્લા 1 મહિનાથી શૂટિંગ કરી રહી છું અને મને દેવિકાનું પાત્ર ગમી રહ્યું છે. તે એક
મજબૂત અને નિડર વકીલ છે, જે તેના કામને વળગી રહી છે અને ન્યાય મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.
હું મારી જાતને તેની સાથે જોડી શકું છું, કેમકે હું પણ આટલી જ સરળ અને સ્વતંત્ર વ્યક્તિ છું અને જ્યારે પરિવાર
અને મિત્રોની વાત આવે તો તેમના માટે કંઈપણ કરી શકું છું. સેટ પર પણ બધા ખૂબ જ સારા છે, પણ મને લાગે છે
કે, શબ્બિર આહ્લુવાલિયા એ ‘સેટની જાન’ છે, તે ફ્લોર પર હંમેશા સકારાત્મક્તા લાવે છે. તેની તથા અન્યની સાથે
શૂટિંગ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. સેટ પર બધાએ મને ખૂબ જ આવકાર્યો છે અને આશા રાખું છું કે, દર્શકો
પણ આગામી ટ્રેકને ખૂબ જ માણશે.”

Related posts

તો શું ફિલ્મ ફ્લોપ થવાના ડરથી અભિનેતા રણબીર કપૂરે ‘એનિમલ’ માટે ઘટાડી પોતાની ફી?

Navbharat

ચિયાન વિક્રમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘થંગાલાન’નું ટીઝર રિલીઝ, અભિનેતાનું લુક જોઈને તમે પણ થઈ જશો હેરાન!

Navbharat

રિતિકની ફિલ્મ ફાઈટરમાં અનિલ કપૂરનો કંઈક આવો હશે અંદાજ, ફર્સ્ટ લૂક થયો વાયરલ 

Navbharat