NavBharat
Health

અમદાવાદમાં ૧૨મું સૌથી મોટું ઇન્ટરનેશનલ લેબોરેટરી પ્રદર્શનનું આયોજન

એશિયા લાબેકસ દ્વારા લેબોરેટરી, સાયન્ટિફિક, એનાલિટીકલ, રિસર્ચ, ડાયગ્નોસ્ટિક અને બાયોટેક્નોલોજી
ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કેમિકલ્સ અને કન્ઝ્યુમેબલ્સ પરનું સૌથી મોટું ઈન્ટરનેશનલ લેબોરેટરી પ્રદર્શન અને સેમિનારનું
આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન અને સેમિનાર ગુજરાતનાં ગાંધીનગરમાં આવેલા હેલિપેડ એક્ઝિબિશન
સેન્ટર ખાતે 05 થી 07 ઓક્ટોબર-૨૦૨૩ દરમિયાન યોજાયેલ છે.
આ શોનો ઉદ્દેશ વિવિધ લેબોરેટરી ઇન્ડસ્ટ્રીમાંથી ટ્રેડ બાયર્સ અને ડિસિશન મેકર્સને એક સાથે લાવવાનો છે. આ
શોમાં ખાસ કરીને ફોકસ એરિયા અને સહભાગીઓની પ્રોફાઇલ મુખ્યત્વે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્શન, ક્રોમેટોગ્રાફી
અને સ્પેક્ટ્રોસ્કોપી, બાયોટેકનોલોજી, લેબોરેટરી ટેક્નોલોજી, લાઈફ સાયન્સ, લેબોરેટરી કોન્સ્યુમેબલ્સ અને
કેમિકલ્સ, મોલેક્યુલર અને ક્લિનિકલ ડાયગ્નોસ્ટિક્સ, નેનોટેકનોલોજી, ટેસ્ટિંગ અને માપન, ફિલ્ટરેશન અને
એજ્યુકેશનલ લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટેશન, લેબોરેટરી લેબોરેટરી, લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટેશનનો સમાવેશ થાય છે.

એશિયા લેબેક્સ ના ડિરેક્ટર જસપાલ સિંધ એ જણાવ્યું હતું કે આ પ્રદર્શન અને સેમિનાર માં 200 થી વધારે
કંપનીઓએ ભાગ લીધેલ છે અને ભારત સિવાય પણ અન્ય બહારના દેશોની કંપનીઓએ ભાગ લીધેલ છે. આ
પ્રદર્શન અને સેમિનાર માં ડૉ. એચ.જી.કોશિયા (કમિશ્નર – ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ગવર્નમેન્ટ ઓફ
ગુજરાત) , ડૉ. સંજય જૈન (પ્રેસિડેન્ટ એમનીલ ઇન્ડિયા) અને ડૉ. કે.એસ. તોશનિવાલ (પ્રેસિડેન્ટ- ઝાયડ્સ
લાઈફસાયન્સ લિમિટેડ) ઉપસ્થિત રહયા હતા.
આ પ્રદર્શન અને સેમિનાર માં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડૉ. ધનંજય પ્રસાદ દ્વિવેદી: વાઇસ પ્રેસિડેન્ટ (એનાલિટીકલ
ડેવલપમેન્ટ) – એમનીલ ફાર્માસ્યુટિકલ્સ, ડૉ. સમીર સંગીતરાવ: વીપી હેડ રેગ્યુલેટરી એન્ડ આર એન્ડ ડી, ક્યુએ
બાયોલોજીક્સ – ઝાયડસ રિસર્ચ સેન્ટર, ડો. ભૂપતસિંહ વિહોલ : એસોસિયેટ ડિરેક્ટર – એનાલિટીકલ ડેવલપમેન્ટ –
પીરામલ ફાર્મા સોલ્યુશન્સ, શ્રી કાર્તિક વિકાણી – સીઇઓ – ઇન્ટરવેઇન લેબ્સ, શ્રી ગુંજન સોની – એસોસિયેટ વાઇસ
પ્રેસિડેન્ટ – બાયોએનાલિટીકલ – લેમ્બડા થેરાપ્યુટિક રિસર્ચ, શ્રી સોમનાથ ગાંગુલી – એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ –
સન ફાર્મા પણ ઉપસ્થિત રહયા હતા.
પ્રેરણાદાયી વક્તાઓ અને ઉદ્યોગ નિષ્ણાતોને સાંભળવા અને મળવા માટે લેબોટિકા સેમિનાર શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.
સેમિનારની થીમ “સાયન્સ મીટ ઈન્ડસ્ટ્રી : બ્રિજિંગ ધ ગેપ બીટવીન રિસર્ચ એન્ડ એપ્લીકેશન” છે. આ સેમિનારમાં
રોમાંચક અને ભાવિ વિકાસ બતાવશે અને એકેડેમિયા, ફાર્માસ્યુટિકલના બહુ-શિસ્ત સંશોધકો માટે એક અદ્ભુત તક
છે. ઉદ્યોગ, સંશોધન સંસ્થાઓ, CRO અને નિયમનકારી સંસ્થાઓ તેમની સૌથી વધુ અપડેટ કરેલી સંશોધન
સિદ્ધિઓ રજૂ કરવા અને Q.C ના નવીનતમ વલણો અને નવીનતાઓ પર ભાર મૂકવા સાથે ન્યૂ જનરેશન લેબના
ઘણા પાસાઓની ચર્ચા કરે છે.

Related posts

યુરિક એસિડનું ઊંચુ સ્તર: શા માટે સમયસર શોધી કાઢવુ અગત્યનું છે

Navbharat

શરૂઆતની વર્કઆઉટ ટિપ્સ

Navbharat

નખમાં બદલાતા આ રંગ શરીરમાં વિકસી રહેલી બીમારીઓના આપે છે સંકેત! જાણો સંપૂર્ણ વિગત

Navbharat