NavBharat
Health

અમદાવાદના જાણીતા ડર્મેટોલોજી અને બ્યુટી કોચ ડૉ. બંસરી પટેલે ‘ડૉક્ટર બંસરી’ના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી

અમદાવાદમાં ‘ડૉક્ટર બંસરી ‘ ક્લિનિક ભારતના સૌથી વિશિષ્ટ અને પરિવર્તનશીલ ડર્મેટોલોજી એક્સપિરિયન્સ પ્રદાન કરશે
અમદાવાદ: અમદાવાદ શહેરના જાણીતા ડર્મેટોલોજી અને બ્યુટી કોચ ડૉ. બંસરી પટેલે ‘ડૉક્ટર બંસરી’ના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી છે. આ એક પ્રકારનું ડર્મેટોલોજી સેન્ટર છે, જે અમદાવાદમાં સ્કિન, બોડી અને માઈન્ડ સ્વાસ્થ્યના માનકોને ફરીથી પરિભાષિત કરવા માટે તૈયાર છે.
ડૉ. બંસરી પટેલે છેલ્લાં નવ વર્ષથી ‘ડૉક્ટર બંસરી ‘ ક્લિનિકના ફાઉન્ડર અને ડિરેક્ટરના રૂપમાં પોતાની ભૂમિકા ભજવી છે. તેઓનો સમગ્ર દ્રષ્ટિકોણ ત્વચા, શરીર અને મન વચ્ચેના જટિલ સબંધ પર કેન્દ્રિત છે. જે ફક્ત બાહ્ય સૌંદર્યને જ નહીં પરંતુ આંતરિક આત્મવિશ્વાસ અને સમગ્ર હોર્મોનલ સ્વાસ્થ્યનું પણ પોષણ કરે છે. તેઓ પોતાની ક્લિનિકને ત્વચારોગ સંબંધી તમામ બાબતો માટે એક વિશ્વસનીય આશ્રયસ્થાન બનાવવા માટે અને તેને સંપૂર્ણ ગુણવત્તા અને ઈમાનદારી સાથે આગળ વધારવા પ્રતિબદ્ધ છે.
“ મને ‘ડૉક્ટર બંસરી ‘ને એક એવું સ્થાનનાં રૂપમાં પરિચય કરાવતા ખૂબ જ ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે, જ્યાં અમારા દર્દીઓ પોતાના શરીર, ત્વચા અને મનમાં સંવાદિતા સ્થાપિત કરવાની દિશામાં એક પરિવર્તનકારી જર્ની શરૂ કરી શકે છે. ડૉ. બંસરી પટેલે કહ્યું કે, અમે યુ.એસ-એફડીએ દ્વારા માન્ય ડીવાઈસ સહિતની નવીનતમ તકનીક અને સારવારનો ઉપયોગ કરીને ઉચ્ચતમ સ્તરની ત્વચારોગ સંબંધી સારવાર આપવા માટે પ્રતિબદ્ધ છીએ, જેનો ઉપયોગ હોલિવુડની કેટલીક જાણીતી હસ્તીઓ દ્વારા કરવામાં આવે છે,”
બોર્ડ દ્વારા પ્રમાણિત એમડી ડર્મેટોલોજીસ્ટ અને વિવિધ ઇન્ટરનેશનલ અને નેશનલ ફેલોશિપ ધરાવતા ડૉ. બંસરી પટેલ ડર્મેટોલોજી ફિલ્ડના અત્યંત અનુભવી અને કુશળ ડૉક્ટર છે.
અમુક જે બાબતો ડૉક્ટર બંસરીને અલગ પાડે છે તે બીટીએલ મશીનો છે, જેમાં રેવલૂશનેરી બીટીએલ એમ્સકલ્પ્ટ નિયો અને બીટીએલ એમસેલાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ મશીનો છે. આ ડીવાઈસ બોડી કોન્ટૂરિંગ, મસલ ટોનિંગ અને પેલ્વિક ફ્લોરને મજબૂત કરવા માટે અત્યાધુનિક સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

આ ઉપરાંત ક્લિનિક્સના અદ્યતન સાધનોમાં હાઇડ્રેશન અને ત્વચાને હળવા કરવા માટે ડર્મા ફ્રેક મશીન, ખીલ, પિગમેન્ટેશન, ટેટૂ દૂર કરવા, લાલાશ અને ફ્રીકલ્સ જેવી ચિંતાઓને દૂર કરવા માટે લ્યુટ્રોનિક સ્પેક્ટ્રા એક્સટી લેસર મશીન અને ડાઘની સારવાર માટે ડીઝાઇન કરવામાં આવેલી લ્યુટ્રોનિક ઈસીઓ લેસર મશીનનો સમાવેશ થાય છે. ક્લિનિક અદ્યતન લેસર હેર રિડક્શન સેવાઓ પ્રદાન કરે છે, જેમાં ઇનગ્રોન હેર અને અનવોન્ટેડ હેરબા વિકાસ જેવી સમસ્યાઓના સમાધાન માટે બેસ્ટ લેઝર હેર રિડક્શન સેવાઓ પ્રદાન કરે છે.
આ ડર્મેટોલોજીસ્ટ ‘ ડૉક્ટર બંસરી’ સેન્ટર અમદાવાદ શહેરમાં ડ્રાઇવિંગ રોડ પર આવેલા હિમાલયા મોલની પાસે આવેલી સૌમિલ સોસાયટીમાં બંગલા નં.4માં સ્થિત છે. આ ડૉક્ટર બંસરી’ સેન્ટર અમદાવાદ શહેરમાં મોટી માત્રમાં ત્વચારોગના અનુભવ મેળવવા માંગતા લોકો માટે એક અલ્ટીમેટ ડેસ્ટીમેશનના રૂપમાં બેસ્ટ પ્લેસ બનવા તૈયાર છે.

Related posts

ડબલ્યુએચઓ અને આયુષ મંત્રાલય પરંપરાગત ચિકિત્સા પર સૌપ્રથમ વાર ગ્લોબલ સમિટનું આયોજન કરશે

Navbharat

મીઠું ખાવાથી થઈ શકે છે બ્લડ પ્રેશરને લગતી સમસ્યા, ખોરાકમાં કરો ઓછું

Navbharat

ઋષિકેશમાં આઇઆઇએમએસ ઇમરજન્સી વોર્ડમાં પાણી ભરાયા.

Navbharat