NavBharat
Sport

અમદાવાદના કન્ટેન્ટ ક્રિયેટર્સને આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ખાતે ખાસ મેચને પહોંચ મળશે

આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 આ ગુરુવારથી શરૂ થયો છે ત્યારે મેટા દ્વારા કોઈ પણ
આઈસીસી ટુર્નામેન્ટ માટે આજ સુધીની તેની સૌથી વિશાળ ક્રિયેટર કેમ્પેઈન રજૂ કરવામાં આવી છે. આઈસીસી
સાથે કંપનીની મોજૂદ ભાગીદારીના ભાગરૂપ મેટા દ્વારા ટુર્નામેન્ટના જીવંત બનાવવા માટે 500થી વધુ ક્રિયેટરો સાથે
ભાગીદારી કરશે.
“ક્રિકેટ અને ખાસ કરીને વર્લ્ડ કપને ભારતનો પ્રેમ મળે છે અને તે આકર્ષણરૂપ છે. ચાહકોને મેચો સાથે અભૂતપૂર્વ
પહોંચ મળે અને ક્રિયેટરોની રાષ્ટ્રીય સ્તરે ખોજ થાય તે માટે અમે આજ સુધીની કોઈ પણ સ્પોર્ટિંગ ઈવેન્ટ માટે
સૌથી વિશાળ ક્રિયેટર કેમ્પેઈન શરૂ કરી છે. અમને આની પર આઈસીસી સાથે કામ કરવાની અને અમારાં મંચો પર
ઘણાં બધાં સોશિયલ અને ફેન અનુભવો ઉજાગર કરવા તેમનો ટેકો ધરાવવાની ખુશી છે. આ કેમ્પેઈનના સ્તરે અમે
ક્રિકેટના ચાહકો જે રીતે આ રમત સાથે સંકળાય છે તેમાં ક્રાંતિ લાવવાની આશા રાખીએ છીએ, એમ મેટા,
ઈન્ડિયાના ડાયરેક્ટર અને કન્ટેન્ટ તથા કમ્યુનિટી પાર્ટનરશિપ્સના હેડ પારસ શર્માએ જણાવ્યું હતું.
આજે ક્રિયેટરો સંસ્કૃતિને આકાર આપી રહ્યા છે અને તેમની ક્રિયાત્મકતા સાથે તેમની આસપાસના દરેકને પ્રેરિત કરી
રહ્યા છે. આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ખાતે 50 ક્રિયેટરોની પસંદગી કરવામાં આવી છે. અમારા મંચો
ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વ્હોટ્સએપ અને થ્રેડ્સ પર વૈશ્વિક સ્તરે ક્રિકેટના ચાહકોને રોમાંચક અન પડદા પાછળનાં સીન
પ્રદાન કરવા માટે અમદાવાદથી @thatkushalmistry, @sudaksh_dj, and @vishal_d_o_p સહિત 50 ક્રિયેટરોની
પસંદગી કરવામાં આવી છે.
એક સૌથી ભવ્ય ક્રિયેટર મધ્યસ્થી સુપર 50 રહેશે. આ 50 ક્રિયેટરોનું ગ્રુપ આ 50 ઓવરની ટુર્નામેન્ટ થકી તેમની
પોતાની રીતે 48 મેચને કવર કરશે. તેમને અગાઉ ક્યારેય નહીં તેવી પહોંચ મેચને મળશે. આનો અર્થ તેમને
મેદાનમાં મેચ પૂર્વે અને પછી, કોમેન્ટેટરો, એમ્બેસેડરો સાથે અને મેચના દિવસ પૂર્વે ગ્રાઉન્ડમાં પહોંચ વગેરે મળશે.
ભારતભરમાંથી આ ક્રિયેટરો આવશે, જેથી દરેક મેચ ક્રિયેટર ઈન એટેન્ડન્સ ધરાવશે, જે તેમના શહેર અને તેમની
ભાષામાં મેચ કવર કરશે.
સુપર 50માં ક્રિયેટરોને વિવિધ તકોને ખાસ પહોંચ મળશે તે ઉપરાંત મેચમાં ઘણા બધા અન્ય ક્રિયેટરો પણ હાજરી
આપશે અને તેમના દર્શકો સાથે તેમના અનુભવોનું આદાનપ્રદાન કરશે. આ અનુભવો તેઓ હાજરી આપે તે મેચોમાં
તેમની સાથે તેમના શહેર અને તેમના શહેરમાં મોજૂદ તેમના ચાહકોની ફ્લેવર પણ લાવશે. આ રીલ્સ, વ્હોટ્સએપ
ચેનલો, ઈન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ ચેનલો અને થ્રેડ્સ પર શેર કરાશે.

Related posts

અલ્ટીમેટ ખો-ખોઃ ચેન્નાઈએ ગુજરાતને હરાવ્યું, રામજીએ મેચમાં 6 ડ્રીમ રન કર્યા

Navbharat

બીચ ગેમ્સ 2024 દીવ

Navbharat

એમ.એસ.ધોનીનો આજે 42મો જન્મદિવસ

Navbharat