અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર લગભગ બે સપ્તાહ લાંબી રજાઓ યુરોપમાં સાથે વિતાવ્યા બાદ આખરે મુંબઇ પરત ફર્યા છે. અનન્યા અને આદિત્ય એક સાથે મુંબઇ પહોંચ્યા હોવા છતાં આ અફવાથી ઘેરાયેલા પ્રેમીપંખીડાએ એરપોર્ટની બહાર તૈનાત પાપારાઝી માટે સાથે પોઝ આપવાનું ટાળ્યું હતું.
સોશ્યલ મિડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં જોઇ શકાય છે કે આદિત્ય શરમાઈ રહ્યો છે કારણ કે એક ફોટોગ્રાફર અભિનેતાને અનન્યા વિશે ચીડવે છે.