NavBharat
Education

અનએકેડેમીએ તમારા મેડિકલ અને એન્જિનિયરિંગના સપનાને યોગ્ય શરૂઆત આપવા માટે UNSAT 2023નો પ્રારંભ કર્યો

ભારતનું સૌથી મોટું લર્નિંગ પ્લેટફોર્મ અનએકેડેમીએ IIT, JEE અને NEET UG લર્નર્સની વધતી જતી આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને સૌથી મોટી સ્કોલરશિપ ટેસ્ટ – અનએકેડેમી નેશનલ સ્કોલરશિપ એડમિશન ટેસ્ટ (UNSAT)ની થર્ડ એડિશનની જાહેરાત કરી છે.

આની શરૂઆત 2 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં થઈ હતી. જેમાં વિદ્યાર્થીઓને NEET અને JEE બ્રેક કરવા અને પોતાના ડ્રીમ કરિયરને હાંસલ કરવાનો એક અવસર મળ્યો.

આ કાર્યક્રમમાં શ્રી ઉમેશ શુક્લા (ડેપ્યુટી કલેક્ટર), શ્રી પરેશ સોલંકી (ડીવાયએસપી), શ્રી મુકેશ કુમાર પટેલ (પ્રોજેક્ટ મેનેજર-ચંદ્રયાન 3 ક્વોલિટી), શ્રી રાજીવ કુમાર (ચંદ્રયાન-3 ટીમ), અનિતા મેમ (પ્રિન્સિપાલ નાલંદા સ્કૂલ) સહિતના વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.જયારે ડૉ. ભાવના ડાગા, કરજરી વૈદ્ય મેમ (ડિવાઈન સ્કૂલના પ્રિન્સિપાલ), ડૉ. સુરેશ પટેલ (કાર્ડિયાક સર્જન) અને શ્રી પ્રિન્સ રાવલ (એઆઈએમ જોધપુર – વિદ્યાર્થી) આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

UNSAT 2023ની મુખ્ય વિશેષતાઓ :

પરીક્ષાની તારીખો: ૧, ૮મી અને ૧૫મી ઓક્ટોબર (બે સ્લોટ: ૧- ૨ PM અને ૬ – ૭PM)
પરીક્ષા મોડઃ ઓનલાઈન અને ઓફલાઈન
પાત્રતા માપદંડ: ધોરણ ૯ થી ૧૨, ૧૨મા પાસઆઉટ IIT અને NEET ઉમેદવારો
પરીક્ષા ફી: ઓનલાઈન – નિશુલ્ક, ઓફલાઈન – ફી રૂ. ૧૦૦
પરિણામ ઘોષણા: ૨જી નવેમ્બર – ૨૦૨૩

UNSAT- ૨૦૨૩ વિશે વધુ જાણકારી પરીક્ષાની વિશિષ્ટતાઓ અને રજીસ્ટ્રેશન વિગતો માટે કૃપા કરીને મુલાકાત લો. https://unsat.unacademy.com/.

Related posts

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) ડિપ્લોમાથી ડીગ્રી (D to D) ઈજનેરીમાં પ્રવેશ માટેની પરીક્ષા

Navbharat

એસોચેમ ગુજરાત કાઉન્સિલે સમગ્ર દેશમાં જાગૃતતા ફેલાવવા તેમજ સાયબર ક્રાઈમ ઘટાડવા માટે સાયબર સિક્યુરિટી અને ડિજિટલ રિસ્ક મેનેજમેન્ટ પર કોન્ફરન્સનું આયોજન કર્યું

Navbharat

પારુલ યુનિવર્સિટીના ઓનલાઈન એમબીએ કોર્સ માટે નોંધણી કરવાના છેલ્લા થોડા દિવસો; નોંધણી સમાપ્ત થાય છે 31મી ઓગસ્ટ 2023ના રોજ

Navbharat