NavBharat
Spiritual

અનંતનાગ ખાતે ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા વીર અધિકારીઓને મોરારિબાપુ ની શ્રધ્ધાંજલિ

ગત બુધવારે કાશ્મીરમાં અનંતનાગ ખાતે ત્રાસવાદી સંગઠન સામે સર્ચ ઓપરેશન માટે ભારતીય લશ્કરના જવાનો તેમજ પોલીસના સંયુકત ઓપરેશન દરમ્યાન ભારતીય લશ્કરના બે જવાનો તેમજ પોલીસના એક ડીએસપીએ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે. એ પછી રાજૌરી ખાતે પણ રાઈફલસના એક જવાન શહીદ થયા છે. આમ કુલ ચાર શહીદોએ પોતાના પ્રાણ દેશ સેવા માટે સમર્પિત કરી દીધા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે અને પ્રત્યેક મૃતકના પરિવારજનોને ₹25,000 લેખે એક લાખ રૂપિયા ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

વિશ્વવિખ્યાત કેમ્બ્રિજના પ્રાંગણમાં ગુંજી માનસની ચોપાઈઓ.

Navbharat

કબીર સાહેબે જગતને પ્રભાવિત નહિ પ્રકાશિત કર્યું છે.

Navbharat

આજથી દિવાળી સુધી દરરોજ શુભ મુહૂર્ત, આ રાજયોગોમાં ખરીદી કરવાનું વિશેષ મહત્ત્વ!

Navbharat